તો શું પરણિત છે BB10 માં જીતેલો મનવીર?

આ વર્ષે બિગ બોસ 10માં જીતેલો મનવીર ગુર્જર આજે ઘણો ફેમસ થઇ ગયો છે. પરંતુ હાલમાં જ એને લઇને એક એવી વાત સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં, હંમેશા શો માં પોતાની જાતને સિંગલ કહેનારા મનવીરના લગ્ન વાળી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

મીડિયામાં આવેલી માહિતી અનુસાર મનવીરના લગ્ન તો થયેલા જ છે પરંતુ એની 5 વર્ષની પુત્રી પણ છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં મનવીર ઘોડા પર ચઢેલો પણ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ્સનું માનીએ તો મનવીરએ પોતાના લગ્નનું સત્ય લોકો સામે તો છુપાયું પરંતુ બિગ બોસ, ચાહકો અને સલમાન ખાન સાથે પણ છુપાયું છે.

જો કે આ વીડિયોમાં કેટલું તથ્ય છે એ તો મનવીર અથવા એના પરિવાર વાળા જ કહેશે.

જણાવી દઇએ કે મનવીરની ભાભીને નિતિભા પસંદ આવી નથી. ત્યારે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમણે જણાવ્યું કે એવું વહું જોઇએ જે સિમ્પલ હોય અને ઘરના લોકોનું સમ્માન કરે. જો કે મનવીરની ભાભીએ એવું પણ કહ્યું કે એને બંનેની મિત્રતાથી કોઇ સમસ્યા નથી. પરંતુ પરિવાર માટે વિચારીએ તો એ છોકરી અમારા ઘર માટે બરોબર નથી.

You might also like