Categories: Art Literature

શું પ્રેમ એક કલા છે?

શું પ્રેમ એક કલા છે? જો એમ હોય તો પછી તેને જ્ઞાન અને પ્રયત્નની જરૃર પડશે અથવા જો પ્રેમ એક સુખદ અનુભૂતિ છે, જેનો અનુભવ માત્ર સંયોગ પર નિર્ભર છે અને તે માત્ર કેટલાક નસીબદાર લોકોને જ નસીબ થાય છે? આપણી વાત પહેલા અનુમાન પર આધારિત છે, જ્યારે આજે મોટાભાગના લોકો બીજા અનુમાન પર વિશ્વાસ કરે છે.

લોકો પ્રેમને મહત્ત્વપૂર્ણ સમજતા નથી એવું નથી. તેઓ તો પ્રેમના ભૂખ્યા છે. કેટલી સુખાંત અને દુઃખાંત પ્રેમકથાઓ તેઓ ફિલ્મી પડદે નિહાળે છે, કેટલાં પ્રેમગીતો તેઓ પોતાની નવરાશની પળોમાં સાંભળે છે, પરંતુ તેમાંથી ભાગ્યે જ કોઈ વિચારતું હશે કે પ્રેમ વિશે થોડું જાણવા-સમજવાની પણ જરૃર છે.

આ દૃષ્ટિકોણ પાછળ અનેક કારણો છે. મોટાભાગના લોકો વિચારે છે કે પ્રેમનો અર્થ એ છે કે ‘કોઈ તેમને પ્રેમ કરે.’ તેઓ એવું નથી વિચારતા કે ‘તેઓ કોઈને પ્રેમ કરે,’ તેમનામાં પ્રેમ કરવાની ક્ષમતા હોય એવું વિચારતા નથી. એથી એમની સમસ્યા એ હોય છે કે તેઓ કેવી રીતે પોતાની જાતને પ્રેમ કરવાને યોગ્ય બનાવે છે? આ લક્ષ્યની પ્રાપ્તિ માટે તેઓ અનેક રસ્તા અપનાવે છે. એક રસ્તો જે ખાસ કરીને પુરુષો અપનાવે છે તે છે સફળતાનો માર્ગ, કેવી રીતે તેઓ સામાજિક મર્યાદાઓની વચ્ચે શક્તિશાળી અને ધૈર્યવાન બને? બીજો માર્ગ જે મોટાભાગે સ્ત્રીઓ પસંદ કરે છે તે છે પોતાની જાતને આકર્ષક બનાવવાનો. પોતાના શરીર અને પરિધાન પર વધુમાં વધુ ધ્યાન આપવાનો એ માર્ગ હોય છે. અન્ય માર્ગો જે સ્ત્રી અને પુરુષ બંને અપનાવે છે તે મોહક શિષ્ટાચાર, રોચક વાર્તાલાપ અને સહયોગપૂર્ણ, સંયત અને વિનમ્ર આચરણ વગેરે.

પ્રેમની બાબતમાં કાંઈ પણ જાણવા શીખવાની જરૃર ન હોવાની ધારણા પાછળનું બીજું કારણ એવી માન્યતા છે કે પ્રેમની સમસ્યા ‘લક્ષ્ય’ની સમસ્યા છે, ‘સાધન’ની સમસ્યા નથી. લોકો વિચારે છે કે પ્રેમ કરવાનું બહુ સરળ છે, પરંતુ પ્રેમના ‘લક્ષ્ય’ યાને પ્રેમીને શોધવાનું અને તેનો પ્રેમ મેળવવાનું વાસ્તવિક મુશ્કેલ કામ છે. આ દૃષ્ટિકોણના નિર્માણનાં કારણો આધુનિક સમાજના વિકાસનાં કારણોમાં શોધી શકાય તેમ છે. એક કારણ ‘પ્રેમ લક્ષ્ય’ની પસંદગી અંગે વીસમી સદીમાં આવેલ મહાન પરિવર્તન છે. વિક્ટોરિયા કાળમાં અને પરંપરાગત સમાજ-વ્યવસ્થાઓમાં પ્રેમ મોટાભાગે જેની પરિણતિ પછીથી લગ્નમાં થઈ જાય એવો વ્યક્તિગત અનુભવ ન હતો. એથી વિપરીત લગ્ન પરંપરાઓ અનુસાર પરિવાર દ્વારા નક્કી કરવામાં આવતું હતંુ અને અપેક્ષા રાખવામાં આવતી હતી કે લગ્ન પછી પ્રેમ ઉત્પન્ન થશે, પરંતુ છેલ્લી કેટલીક પેઢીઓથી ખાસ કરીને પશ્ચિમી સભ્યતાઓ અને આધુનિક શહેરોમાં રોમેન્ટિક પ્રેમની અવધારણા એક સાર્વભૌમિક સચ્ચાઈ બની ગઈ છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં કે જ્યાં પરંપરાગત મૂલ્યો ભલે સંપૂર્ણપણે વિલુપ્ત થયાં ન હોય, લોકોની મોટી સંખ્યા રોમેન્ટિક પ્રેમની તલાશમાં રહે છે- પ્રેમનો એક એવો વ્યક્તિગત અનુભવ જે પછીથી લગ્નમાં ફેરવાઈ જાય.

આ વાતની સાથે ગાઢ રીતે સંકળાયેલ બીજું તથ્ય એ પણ છે કે જે સમકાલીન સંસ્કૃતિનું જ એક અંગ છે. આપણી સમગ્ર સંસ્કૃતિ ખરીદારીની ભૂખ પર આધારિત છે, પરસ્પર આવશ્યકતાઓ સાથે જોડાયેલ લેવડ-દેવડ પર. આધુનિક મનુષ્યની ખુશી દુકાનોના શૉ-કેસમાં સજાવેલી ચીજોને જોવાના રોમાંચમાં છે અને એ બધું ખરીદી લેવામાં તેની ખુશી સમાયેલી હોય છે- પછી એ એક જ સોદામાં ખરીદે કે પછી હપ્તામાં. આ જ દૃષ્ટિકોણ એ વ્યક્તિ પ્રત્યે પણ અપનાવે છે. પુરુષ માટે એ આકર્ષક સ્ત્રી અને સ્ત્રી માટે આકર્ષક પુરુષ- એવી સોગાદ છે જેને તેઓ મેળવવા ઇચ્છે છે. અહીં આકર્ષકનો અર્થ સામાન્ય રીતે એવા ગુણોનો હોય છે જે લોકપ્રિય છે અને વ્યક્તિત્વના બજારમાં જેની માગ છે. કોઈ વ્યક્તિ આકર્ષક છે કે નહીં, શારીરિક અને માનસિક- બંને સ્તરે, એ જે-તે સમયના ચલણ પર નિર્ભર કરે છે. ૧૯ર૦ના દોરમાં (પશ્ચિમમાં) શરાબ અને સિગારેટ પીનારી માદક છોકરીઓ લોકપ્રિય હતી, જ્યારે ૧૯પ૦ના દોરમાં ઘરેલુ અને લજ્જાશીલ યુવતીઓ વધુ લોકપ્રિય હતી. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૃઆતમાં પુરુષને આક્રમક અને મહત્ત્વાકાંક્ષી થવું પડતું હતું, જ્યારે આજે તેને લોકપ્રિય થવા માટે સમાજિક અને સહિષ્ણુ થવું પડે છે.

કોઈને પ્રેમ કરવાની ભાવના સામાન્ય રીતે પોતાના વ્યક્તિત્વની લોકપ્રિયતાની સંભાવના સાથે જ વિકસિત થાય છે. હું બજારમાં ઉપલબ્ધ છું, પરંતુ મને મેળવનાર સામાજિક દૃષ્ટિએ આકર્ષક હોવા જોઈએ અને સાથોસાથ મારા બાહ્ય અને આંતરિક ગુણોને જોતાં તે મને ચાહતો પણ હોવો જોઈએ. આ રીતે જ્યારે બે વ્યક્તિઓને અનુભૂતિ થાય કે પોતાના સામર્થ્ય અનુસાર બજારમાંથી તેને સૌથી સારી વસ્તુ કહેતા વ્યક્તિ, સૌથી સારો ખરીદાર મળી ગયો છે ત્યારે તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગે છે. જેમાં બજારની ધારણા સર્વોપરી છે અને જેમાં ભૌતિક સફળતા સૌથી વધુ મૂલ્યવાન છે એવી સંસ્કૃતિમાં મનુષ્યના પ્રેમ-સંબંધ પણ એ જ સમીકરણ અપનાવી લે જે વસ્તુઓ અને બજારમાં સ્થાપિત છે, તો તેમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ આ પ્રકારનો પ્રેમ પોતાની સ્વાભાવિક પ્રકૃતિને કારણે સ્થાયી રહેતો નથી. જેમ-જેમ લોકો એકબીજાથી વધુ પરિચિત થતાં જાય છે તેમ-તેમ તેમની અંતરંગતાનો જાદુઈ ઉન્માદ ઓછો થતો જાય છે અને આખરે એ તથ્યમાંથી નિપજનારી ખીજ, નિરાશા અને પરસ્પર ઉબાઈ જવાનું તત્ત્વ તેમની વચ્ચેના પ્રારંભિક આકર્ષણને બિલકુલ ખતમ કરી નાખે છે. એ પરિસ્થિતિમાં આવા પ્રેમની નિષ્ફળતાનાં કારણોને જાણવા એ જ એકમાત્ર માર્ગ છે અને તેને માટે પ્રેમના ખરા અર્થને સમજવો બહુ જરૃરી છે. એ દિશામાં સૌ પ્રથમ પગલું એ જાણવાનું છે કે પ્રેમ એક કળા છે. પ્રત્યેક કળાની માફક તેના પણ સિદ્ધાંતો છે અને અભ્યાસ પણ છે. અભ્યાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે- ધૈર્ય, અનુશાસન અને એકાગ્રતા. તેના વિના પ્રેમ કરવાની કળા શીખી શકાતી નથી.

——————————–.

Maharshi Shukla

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago