ફક્ત પુરૂષો માટે: શું પત્નીને પોતાનું સીક્રેટ કહેવું જોઇએ?

અમદાવાદ: લગ્ન જેવો સુંદર સંબંધ પ્રેમ, નિષ્ઠા, વિશ્વાસ, સન્માન તથા વાતચીત નામના 5 મજબૂત સ્તંભો પર ટકેલો છે. જો તેમાંથી કોઇ એકપણ સ્તંભ નબળો પડી જાય તો આ પવિત્ર સંબંધ દમ તોડી દે છે. લોકો પોતાના સંબંધોને બચાવવા માટે કેટલાય મરણીયા પ્રયત્નો કરે છે પરંતુ તેમછતાં પણ ન જાણે કેમ તે તૂટી જાય છે.

ઘણીવાર તમારો ભૂતકાળ નિષ્ફળ લગ્નજીવનનું કારણ બની શકે છે. બે લોકો ફક્ત એકબીજાના વિશ્વાસ સહારે જોડાય છે. જ્યારે આ વિશ્વાસ પર દગાની નજર પડે છે તો તેનો પાયો નબળો પડવા લાગે છે. જો તમે તમારા રહસ્યોને છુપાવીને તમારા સંબંધને સારો બનાવવાનું વિચારી રહ્યાં છો, ત્યારે કદાચ આ રીત તમારા કામ નહી લાગે. ભૂતકાળના પ્રેમસંબંધો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતોને, તમારી ખરાબ ટેવોને અથવા નાણાંકીય સંકટને તમારી પત્નીથી છુપાવશો નહી.

કેટલાક પુરૂષોનું માનવું છે કે કેટલાક રહસ્યો છુપાવીને તે પોતાના ઘરમાં શાંતિને જાળવી રાખી શકે છે. પરંતુ જ્યારે તમારું રહસ્ય કો પરિચિત વ્યક્તિ દ્વારા સામે આવશે ત્યારે તમારી પત્નીને દુખ પહોચશે.

કોઇપણ વાતને કહેતાં પહેલાં તમારી પત્નીના મિજાજને સમજવો જોઇએ. કારણ કે એવું ન કહી ના શકાય કે દરેક વ્યક્તિ સમજદારી અને બુદ્ધિમાની પૂર્વક કામ લેશે. આ મુદ્દે નીચે કહેલી કેટલીક વાતો તમને મદદગાર થઇ શકશે.

1. વાતનું મહત્વ સમજો
આપણી જીંદગીમાં ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. તેમાંથી કેટલીક સારી હોય છે તો કેટલીક ખરાબ. કેટલીક ઘટનાઓ આપણી ઉપર ખરાબ છાપ છોડે છે અને કેટલીક વિતેલી રાતની માફક પસાર થઇ જાય છે. જો તમારી જીવનસંગીની હાલમાં તમારા જીવનમાં દરમિયાનગિરી કરી રહી નથી તો આવી વાતો તમારી પત્ની કહેવી મૂર્ખામી કહી શકાય. ફક્ત તે વાતો કહો જે તમને હેરાન કરી રહી હોય અથવા તમારા આજને મુશ્કેલીમાં મુકી શકે છે.

2.તમારા ભૂતકાળ વિશે ચિંતા ન કરો
જ્યારે તમે તમારા જીવનમાં ઘટેલી ઘટના વિશે પોતાને જવાબદાર ગણો છો અથવા બીજાને માફ કરી શકતા નથી ત્યારે આ એક ચિંતાનો વિષય બની જાય છે. કારણ કે તમે આ ઘટનાને કારણે મનમાં ક્રોધ, નફરત તથા દોષની ભાવનાને દબાવીને બેઠ્યા છો. તમારે આ વાક્ય પર નહી પરંતુ અ વાક્યથી તમારા જીવનમાં આવેલા સકારાત્મક ફેરફાર પર ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારે તમારો દ્રષ્ટિકોણ બદલાશે અને તમારે આ વાત કહેવાની જરૂર પણ નહી પડે.

3.ઉતાવળ ના કરશો
મોટાભાગે દબાયેલી વાતો આપણને બેચેન કરે છે અને આ બેચેનીમાં આપણે ઉતાવળ કરી બેસીએ છીએ. તમારી પત્નીના મનમાં તમારા એક અલગ છબિ બનેલી છે. તમે જે વાતથી તેને માહિતગાર કરાવવા જઇ રહ્યાં છો તે તમારી છબિને ખરાબ કરી શકે છે. એટલા માટે તક જોઇને વાત શરૂ કરો. એ પણ ધ્યાનમાં રહે છે શું તમારી વાતને સમજી શકશે કે નહી.

4.તેને સમય આપો
હવે તમે વાત કહી ચૂક્યાં છો. તમારા મનની કશમકશમાંથી બહાર નિકળી ચૂક્યાં છો અને તમારી પત્નીને દુવિધામાં મુકી ચૂક્યાં છો. અત: હવે પ્રતિક્રિયા આપવાનો તેમનો વારો છે. આ દરમિયાન કેટલીક નકારાત્મક વસ્તુઓ પણ થઇ શકે છે. પરંતુ તમારે તેમને સમય આપવો જોઇએ. જો તમારો સંબંધ પ્રેમ અને સમજ સાથે સંકળાયેલો છે ત્યારે તે તમારી વાતને જલદી સમજી જશે.

5.સહન કરવા માટે તૈયાર રહો
બની શકે કે તમારા રહસ્ય વિશે જાણીને તમારી પણ તેના જીવન સાથે જોડાયેલા કોઇ રહસ્ય તમને જણાવે. જે પ્રકારે તમારા રહસ્યએ તમારી પત્નીને હેરાન કરી છે તે પ્રકારે તમારી પત્નીનું રહસ્ય તમને હેરાન કરી શકે છે. વાત કેટલી મોટી છે તે ઘટના પર નિર્ભર કરે છે. જો તમે આ સંબંધને વફાદારીપૂર્વક નિભાવવાની ઇચ્છા રાખો તો તે પણ રાખી શકે છે.

You might also like