કાશ્મીર પર કબ્જો કરીશું, ગાયોને પૂજનારા હિંદુઓને મારીશું

લંડન: સુન્ની આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ની નજર હવે ભારત પર છે. આઇએસએ દાવો કર્યો છે કે કાશ્મીરમાં હાજરી ઊભી કરવા તેની પાસે મોટી તક છે. સંગઠનની માઉથપીસ ગણાતી મેગેઝિન ‘દાબિક’માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ‘ખોરાસાન’ના આમીર હાફિઝ સઇદ ખાને કહ્યું છે કે આઇએસ ભારતમાં પ્રવેશીને ‘ગાયની પૂજા કરતા હિંદીઓ’ને મારશે અને ‘એક સમયે મુસ્લિમો દ્વારા શાસિત’ ભારત પર ફરીથી કબજો કરશે.

આઇએસની પ્રોપેગન્ડ મેગેઝિન ‘દાબિક’માં સઇદનો એક વિસ્તૃત ઇન્ટરવ્યૂ છપાયો છે, જેમા તેણે સંબંધિત દાવા કર્યા છે. સઇદ મુલ્લા સઇદ ઓરાકઝઇ તરીકે પણ ઓળખાય છે. સઇદ આતંકવાદી સંગઠન તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી)નો ભૂતપૂર્વ કમાન્ડર છે, જેણે બાદમાં ઇસ્લામિક સ્ટેટ જોઇન કરી લીધું હતું. આઇએસએ તેને ‘ખોરાસાન’નો મિલિટરી અને એડમિનિસ્ટ્રેટિવ ઓપરેશન હેડ બનાવ્યો છે.

ખોરાસાન એ ઐતિહાસિક વિસ્તારનું નામ છે, જેમા હાલના ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ભારત અને ચીનનો સમાવેશ થતો હતો.કાશ્મીર અંગે વાત કરતા સઇદે જણાવ્યું કે ‘ત્યાં (કાશ્મીર) અને તેની આસપાસના વિસ્તારમાં મુસ્લિમ શાસન રહી ચુકયું છે. જોકે, બાદમાં સેકયુલારિસ્ટ… ગૌપૂજક હિંદુઓ અને નાસ્તિક ચાઇનીઝેએ આજુબાજુનો વિસ્તાર કબજે કરી લીધો.’ કાશ્મીર અને તેની આસપાસના વિસ્તાર પર કબજો કરી અને ખિલાફત સ્થાપવા માટે હાલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન (અફપાક)માં ઇસ્લામિક સ્ટેટના કબજાવાળો વિસ્તાર ભારે અગત્યનો બની રહેશે એવું પણ સઇદનું માનવું છે.

સઇદે એવો પણ દાવો કર્યો છે કે તેના કબજા વાળા અફપાક વિસ્તારને પાંચ ‘એડમિનિસ્ટ્રેટીવ રિજન્સ’માં ફેરવી દેવાયા છે. જયાં શરિયતના કાયદા અનુસારની સિવિલ સરકાર ગઠવામાં આવી છે. આઇએસએ ઇરાક અને સિરિયામાં જે પ્રકારની ખિલાફત અલમમાં લાવ્યું છે, એ જ પ્રકારે અહીં પણ લીગલ, એડમિનિસ્ટ્રેટિવ, રિલિજીયસ તેમજ પબ્લિક અફેર્સ આતંકવાદીઓ ચલાવી રહ્યા છે. સઇદે એવું પણ જણાવ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરકાર તેમજ તેના દ્વારા જેને સપોર્ટ કરાઇ રહ્યો છે એવા તાલિબાન અને લશ્કર-એ-તોઇબા ઇસ્લામિક સ્ટેટની ખિલાફત અન જિહાદ સામે અવરોધ ઉભો કર્યો છે.

You might also like