અાઈએસ ચીફ બગદાદીની પૂર્વ પત્નીએ ઇન્ટરવ્યૂમાં વ્યથા વર્ણવી

લેબેનોન: દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી સંગઠન ISISના ચીફ અબુ બકર અલ બગદાદીની પૂર્વ પત્ની સાગા-અલ-ડુલિનીએ લેબેનોનની જેલમાંથી છૂટ્યા પછી પોતાનો પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. સીએનએનને આપેલા આ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની જૂની વાતો વ્યક્ત કરી હતી.

ડુલિનીએ જણાવ્યું હતું કે, થોડાં વર્ષો પહેલાં બગદાદી લોહી પીનારો આતંકવાદી ન હતો. તેણે કહ્યું કે, મારું લગ્ન એક સામાન્ય ઇન્સાન સાથે થયું હતું. તે યુનિવર્સિટીમાં લેકચરર હતો. એક પારિવારિક પુરુષની જેમ બાળકોને પણ ખૂબ પ્રેમ કરતો હતો. અમારા બધાની ખૂબ જ સંભાળ રાખનારા આ ઇન્સાનની પર્સનાલિટી ખૂબ જ રહસ્યમય હતી. તે કેવી રીતે એક સામાન્ય ઇન્સાનમાંથી આઇએસઆઇએસનો વડો બની ગયો તે આજે પણ રહસ્યમય છે.

ડુલિનીએ જણાવ્યું કે, જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે બગદાદીને છોડીને ભાગી ગઇ હતી. જોકે તેની પાછળનું સાચું કારણ તેણે જણાવ્યું ન હતું. પણ તે ખુશ ન હતી તેવું કહ્યું. તેના કહેવા મુજબ બગદાદીએ ઘણીવાર તેને પરત ફરવા કહ્યું હતું પરંતુ મારું મન એની પાસે જવા તૈયાર ન હતું. ડુલિનીએ કહ્યું, તેણે બગદાદીને પોતાની બાળકી વિશે પણ કઇજ જણાવ્યું ન હતું. કારણ કે તેને ડર હતો કે બગદાદી તેને છીનવી લઇ જશે.

ડુલિનીએ કહ્યું કે, તેને એ વાતનો હંમેશાં અફસોસ રહે છે કે, તેને હંમેશાં બગદાદીની પૂર્વ પત્ની તરીકે યાદ કરવામાં આવશે. તેણે કહ્યું, મને એક આતંકવાદી સમજવામાં આવતી હતી પરંતુ હું તેનાથી ખૂબ દૂર હતી. મારી શું ભૂલ થઇ કે મેં ર૦૦૮માં આ બગદાદી સાથે શાદી કરી ? હવે હું તેનાથી તલાક લઇ ચૂકી છું. હું એમાંની એક છું કે જેને મેં છોડ્યો છે બીજો કોઇ રસ્તો અપનાવ્યો નથી.

You might also like