બગદાદમાં બે બોમ્બ બ્લાસ્ટ, 24 લોકોનાં મોત

બગદાદ: ઇરાકની રાજધાની બગદાદમાં સોમવારે થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં 24 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 30 લોકોને ઇજા પહોંચી છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. અહીં આઇએસઆઇએસનો કબજો જમાવ્યા બાદ હિંસાની એક લહેર ચલી પડી છે.

સમાચાર એજન્સી સિન્હુઆને જણાવ્યું હતું કે સોમવારે સવારે શાબ જિલ્લાના એક ચર્ચિત બજારમાં કાર પાર્કિંગમાં વિસ્ફોટક સામગ્રીથી ભરેલી કારને ઉડાવી દીધી. તેમાં એક ડઝનથી વધુ લોકોના મોત નિપજ્યા હ્તા અને 20 લોક્ને ઇજા પહોંચી હતી. વિસ્ફોટ પૂર્વી બગદાદના સાદર શહેરમાં મોટરસાઇકલને ઉડાવીને કરવામાં આવ્યો હતો.

ઇરાકની ઉત્તરી તથા પશ્વિમી વિસ્તારોમાં જૂન 2014માં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો કબજો જમાવ્યા બાદથી દેશમાં હિંસાની એક નવી લહેર ચાલે છે. યૂએન આસિસટેંસ મિશન ફોર ઇરાકે પૂર્વમાં કહ્યું કે આ વર્ષે એપ્રિલમાં જ ‘આતંકવાદી ગતિવિધિઓ, હિંસા અને સશસ્ત્ર સંઘર્ષ’માં 741 ઇરાકીના મોત નિપજ્યાં છે અને 1,347ને ઇજા પહોંચી છે.

તો બીજી તરફ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ વિરૂદ્ધ જંગમાં ઓસ્ટ્રેલિયાના એક નાગરિકનું મોત નિપજ્યું છે. ઓસ્ટ્રેલિયાની સમાચાર ચેનલ ‘એબીસી’ના અહેવાલ અનુસાર કુર્દિશ સૈન્ય એકમોને સોશિયલ મીડિયાને ગત અઠવાડિયે ઉત્તરી રાક્કામાં ઓસ્ટ્રેલિયાઇ રક્ષાબળ (એડીએફ)ના પૂર્વ સૈનિક જૈમી બ્રાઇટ (45)નું મોત નિપજ્યું છે.

જો કે બ્રાઇટના મોતની હજુ સત્તાવાર પુષ્ટિ થઇ નથી, કારણ કે તે હાલમાં ઘણા ઓનલાઇન વીડિયોમાં જોવા મળ્યા હતા. તેમણે એક વીડિયોમાં કહ્યું કે ‘હું કુર્દિસ્તાનમાં લોકોના કારણે આવ્યો હતો. હું તેમના સંઘર્ષો અને લડાઇઓના લીધે ત્યાંથી આવ્યો. હું તેમની મદદ માટે આવ્યો છું, જેટલી હું મદદ કરી શકું.’

You might also like