તો શું બિપાશા બાસુ પણ ગુડ ન્યૂઝ આપી રહી છે?

વીતેલા સમયની સાથે બિપાશા બાસુ તરફથી દરેક વ્યક્તિને ખુશખબરની રાહ છે, તાજેતરમાં જ્યારે બિપાશા પતિ કરણસિંહ ગ્રોવર સાથે મુંબઇની હિંદુજા હોસ્પિટલ બહાર જોવા મળી ત્યારે બધાંએ વિચાર્યું કે બિપાશા કોઇ ગૂડ ન્યૂઝ આપશે, જોકે આ સમાચારને અલગ મોડ આપી દેવાયો, કેમ કે આ જ હોસ્પિટલમાં બોલિવૂડની મોટા ભાગની અભિનેત્રીઓની ડિલિવરી થઇ છે. આવામાં એવો ક્યાસ લગાવાઇ રહ્યો છે કે બિપાશા ક્યાંક પ્રેગ્નન્ટ તો નથી ને.

કદાચ બિપાશા અહીં ચેકઅપ માટે પહોંચી હોય. થોડા સમય બાદ બિપાશાનો બેબી બમ્પ સાથેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. બિપાશાનો ફોટો ખૂબ જ વાઇરલ થતાં બિપાશાએ મેદાનમાં આવવું પડ્યું. બાદમાં જાણ થઇ કે તે ફોટો નકલી હતો. કોઇકે ફોટો એડિટ કરીને તેમાં બિપાશાનું ફેક બેબી બમ્પ લગાવી દીધું હતું.

બિપાશાએ આ બધા સમાચાર અંગે વાત કરતાં કહ્યું કે હું પ્રેગ્નન્ટ નથી. પ્લીઝ, આ પ્રકારની અફવા ન ફેલાવો. મને અને કરણને બાળકો ખૂબ પસંદ છે, પરંતુ હાલમાં અમે આ માટે તૈયાર નથી. અમે અત્યારે ફ્રી થઇને એન્જોય કરવા ઇચ્છીએ છીએ.

આ પહેલાં પણ ગયા વર્ષે માર્ચ મહિનામાં બિપાશાની પ્રેગ્નન્સીને લઇ મીડિયામાં સમાચાર આવ્યા હતા, જોકે બિપાશાએ ત્યારે પણ આવા સમાચારનું ખંડન કર્યું હતું. બિપાશાએ એમ પણ કહ્યું કે જ્યારે હું ગૂડ ન્યૂઝ આપવાની હોઇશ ત્યારે મારા ફેન્સ સાથે સામેથી જ આ ન્યૂઝ શેર કરીશ. ત્યાં સુધી મહેરબાની કરીને રાહ જુઓ અને અફવાઓ ન ફેલાવો.

You might also like