ઇરફાન ખાનની ફિલ્મ “મદારી”નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ એક સામાન્ય માણસ કે જે જીવનની વિવિધ પ્રક્રિયાઓથી જોડાયેલો છે. જેને એક પ્રેમાળ પરિવાર પણ છે. પરંતુ સિસ્ટમને કારણે તેનું બધુ જ છીનવાઇ જાય છે. ત્યારે તે પોતાના દમ પર જે કરે છે તેની પર આધારીત છે ઇરફાન ખાનની આગામી ફિલ્મ મદારી. ઇરફાન ખાનની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સોશયલ થ્રિલર ડ્રામા પર આધારીત આ ફિલ્મના ટ્રેલરમાં ઇરફાન ખાન એક એવા વ્યક્તિના કિરદારમાં છે. જેના જીવનમાં એક એવી ઘટના બને છે. જે દેશની સિસ્ટમને સબક શિખવવા માટે મજબુર કરી દે છે. તે એક મોટી ઘટનામાં પોતાના પુત્રને ગુમાવે છે. જેને કારણે તેના જીવનમાંથી સુખ શાંતી છીનવાઇ જાય છે. ત્યારે તેની આ નુકશાનની ભરપાઇ દેશની સરકારે કેવી રીતે કરવી પડે છે. તેની પર છે ફિલ્મની વાર્તા. સામાન્ય વ્યક્તિ કેવી રીતે મદારી બનીને સિસ્ટમને નચાવે છે તેની પર જ ફિલ્મની સમગ્ર વાર્તા છે. આ ફિલ્મ નિશિકાંત કામતે ડિરેક્ટ કરી છે. જે 10 જૂનના રોજ રિલીધ થવાની છે.

You might also like