આયર્ન મેન : ડ્રીલ મશીન પણ નથી છેદી શકતી તેનું શરીર

અમદાવાદ : આજે અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે વ્યક્તિ અસામાન્ય છે. આધુનિક જમાનાનો આયર્નમેન કહી શકાય. ઝાઓ નામનો આ વ્યક્તિની પીઠ એટલી મજબુત છે કે લોખંડની તલવાર અને તીર પણ કાંઇ જ અસર કરતી નથી. એટલું જ નહી લોખંડને કાપનાર ડ્રીલ મશીન પણ ઝાઓનાં અંગને કોઇ અસર કરતી નથી.

2

ઝાઓનાં હાલમાં જ વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે. તે પોતાની ખોપરી પર બંદુકની જેમ ડ્રીલ મશીન રાખે છે. જે ડ્રીલ મશીન આરસીસીની દિવાલમાં પણ કાણુ પાડવા સક્ષમ છે. તે ડ્રીલ મશીન ઝાઓની ખોપડીને કોઇ જ અસર પહોંચાડી શકતી નથી. ઝાઓ ડ્રીલ મશીનને પોતાની ખોપરીમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે જો કે કાંઇ જ થતું નથી.

34 વર્ષીય યે કુંગ ફૂ માસ્ટર લોખંડના સળીયાને ડોકની મદદથી વાળી દે છે. સામાન્ય રીતે ગરદન ખુબ જ સેન્સેટિવ પાર્ટ ગણાય છે .જો કે સળીયાનો એક છેડો દિવાલ અને બીજો છેડો પોતાની ગરદન પર રાખીને તે સળીયાને વાળી દે છે. એટલુ જ નહી તે ભાલા પર સુઇ જાય છે. ત્યાર બાદ તેના પર પથ્થર મુકવામાં આવે છે. તેમ છતા પણ તેને કોઇ જ અસર નથી.

યે કુંગનો દાવો છે કે આવું કોઇ પણ વ્યક્તિ કરી શકે છે પરંતુ તેના માટે માર્શલ આર્ટ પાછળ જીવનનાં વર્ષો ખર્ચવા જરૂરી છે. માર્શલ આર્ટથી તે એટલો પ્રભાવિત હતો કે 16 વર્ષની ઉંમરે તે શ્યાઓલી મંદિરમાં જોડાવા માટે ઘરેથી ભાગી ગયો હતો. તે બે વર્ષ અભ્યાસ બાદ બીજા માસ્ટર્સ પાસેથી કુંગ ફૂ શીખવા લાગ્યો હતો.

You might also like