16 વર્ષ ઇરોમ શર્મિલ તોડશે અન્નશન

ઇંફાલઃ મણિપુરમાં સશસ્ત્ર બળ વિશેષાધિકાર અધિનિયમ હટાવવાની માંગને લઇને છેલ્લાં 16 વર્ષથી ભૂખ હળતાળ પર બેઠેલી ઇરોમ શર્મિલ આજે  પોતાનું અનશન પૂર્ણ કરશે. ભૂખ હડતાલ પૂર્ણ કરવા સાથે ઇરોમ રાજનીતિમાં જોડાવા અને લગ્ન કરવા અંગેની જાહેરાત પણ કરશે.

ઇરોમે પશ્ચિમી ઇંફાલમાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ અદાલતમાં આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે મણિપુરમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. 42 વર્ષની ઇરોમ છેલ્લાં 16 વર્ષથી કાંઇ પણ ખાધુ પીધુ નથી. તેમને નાક દ્વારા જબરજસ્તી ખોરાક આપવામાં આવતો હતો.

ઇરોમે નવેમ્બર 2000માં સુરક્ષા કર્મી દ્વારા 10 નાગરીકોના મૃત્યુ થયા હતા ત્યાર બાદ આફ્સ્પા હટાવવાની માંગ સાથે ભૂખ હડતાલ શરૂ કરી હતી. ભૂખ હડતાલના ત્રીજા દિવસે આત્મહત્યા કરવાના આરોપ હેઠળ ઇરોમની ઘરપકડ કરવામાં આવી હતી

You might also like