ઇરોમ શર્મિલા મુખ્યમંત્રી ઇબોબી સામે ચૂંટણી લડશે

ઇમ્ફાલ : મણિપુરમાં એફસ્પા હટાવવાની માંદ મુદ્દે સતત 16 વર્ષોથી ઉપવાસ કરનાર ઇરોમ શર્મિલાએ રાજ્યનાં મુખ્યમંત્રી ઓકરામ ઇબોબીની વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડવાની સોમવારે ઔપચારિક જાહેરાત કરી હતી. ઇરોમે ગત્ત વર્ષે 9 ઓગષ્ટે પારણા કર્યા હતા. ઓકરામ ઇબોબી છેલ્લા ત્રણ કાર્યકાળથી મુખ્યમંત્રી છે. થુબલ વિધાનસભા ક્ષેત્રમાંથી તેઓ ચૂંટાય છે.

ઇરોમે કહ્યું કે 15 વર્ષોના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાંથઈ એફસ્પા હટાવવા મુદ્દે કાંઇ પણ નથી કર્યું. ત્યારે જ મે અનુભવ્યું કે આને કોઇ રાજનેતા નહી હટાવે અને માટે મે ચૂંટણી લડવા માટેની યોજના બનાવી. હું મુખ્યમંત્રી બનીશ તો આ આકરા કાયદાને જરૂર હટાવીશ. બીજી તરફ મુખ્યમંત્રી ઇરોમ પર સત્ય વ્યક્ત નહી કરવાનો આરોપ લગાવ્યો છે.

ઇબોબી સિંહે કહ્યું કે ઇમ્ફાલ નગર નિગમના સાત વિધાનસક્ષા વિસ્તારોમાંથી એફસ્પા હટાવી દેવાયો છે. વચન અપાયું છે કે જો પરિસ્થિતી સકારાત્મક રહેશે તો અન્ય વિસ્તારોમાંથઈ પણ આફસ્પા હટાવી દેવામાં આવશે. ઇરોમે કહ્યું કે આફસ્પા હટાવવો તે મારો દ્રઢ સંકલ્પ છે. મે તે હટાવવા માટેની રણનીતિ બદલી છે પરંતુ નિશ્ચય નથી બદલાયો. નોંધનીય છેકે શર્મિલાએ પીપલ્સ રિસર્જેસ એન્ડ જસ્ટિસ એલાયન્સ નામની પાર્ટીની રચના કરી છે.

You might also like