ઇરોમ શર્મિલાએ કરી પોતાની પાર્ટીની જાહેરાત

ઇન્ફાલ: ઇરોમ શર્મિલાએ મંગળવારે ઇન્ફાલમાં પોતાની ક્ષેત્રીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ અલાયન્સ રાખવામાં આવ્યું છે.

મણિપુરની આયરન લેડીથી જાણીતી ઇરોમ શર્મિલાએ AFSPAના વિરુદ્ધ પોતાની 16 વર્ષ લાંબી ભૂખ હડતાળ પૂરી થયા પછી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇરોમ શર્મિલાફુરઇ અથવા થોબલથી ચૂંટણી લડી શકે છે. જણાવી દઇએ કે મણિપુરના હાલના મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી પણ અહીંથી ચૂંટણી લડે છે.

You might also like