ઇરોમ શર્મિલા 16 વર્ષ બાદ ભૂખ હળતાલ સમેટશે, લડશે ચૂંટણી

ઇમ્ફાલઃ મણિપુરમાં આર્મ્ડ ફોર્સેસ સ્પેશિયલ પાવર એક્ટ (AFSPA) વિરૂદ્ધ લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી ઇરોમ શર્મિલા 9 ઓગસ્ટે પોતાની 16 વર્ષ જૂની હળતાળ સમેટી લેશે. શર્મિલાએ મંગળવારે ઇમ્ફાલ કોર્ટ પરિસરની બહાર મીડિયાકર્મીઓ સાથે વાત કરી હતી અને માહિતી આપી હતી કે તે પોતાની ભૂખ હળતાળ સમેટીને હવે ચૂંટણી લડશે.

તેમના સાથી આંદોલનકારીઓએ જણાવ્યું છે કે ઇરોમનો આ નિર્ણય મણિપુરમાં AFSPA હટાવવાની દિશામાં એક મોટુ પગલું છે. ઇરોમની ચૂંટણી લડવા અંગે જાહેરાતની અસર મણિપુરના રાજનીતિક માહોલ પર પણ પાડી શકે છે. આ પહેલા ઇરોમે અનેક વખત ભૂખ હળતાળ પૂરી કરવાની ના પાડી હતી. તેમની માંગ હતી કે રાજ્યમાં AFSPA નહીં હટે ત્યાં સુધી તે ભૂખ હડતાળ નહીં સમેટે.

ઇરોમ આર્મ્ડ ફોર્સેસ સ્પેશિયલ પાવર એક્ટને હટાવવાની માંગ હેઠળ 2 નવેમ્બર 2000થી ભૂખ હળતાલ પર ઉતરી હતી. આ ભૂખ હળતાળના ત્રીજા દિવસે સરકારે ઇરોમની ઘરપકડ કરી હતી. પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવી હતી.  અસામમાં રાઇફલ્સ જવાનો વચ્ચે થયેલા ધર્ષણમાં 10 નાગરીકો મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ હળતાળ શરૂ કરી હતી.

You might also like