ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ IRNSS-1E લોન્ચ કર્યો

બેંગલુરુ: ભારતે અંતરિક્ષ વિજ્ઞાનમાં એક વધુ સિદ્ધિ હાંસલ કરીને ઈશરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના એક બીજા લોન્ચ પેડ પરથી પોતાનાં પાંચમા નેવિગેશન સેટેલાઈટ આઈઆરએનએસએસ-૧ઈ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે.

આ પ્રક્ષેપણ આજે સવારે કરવામાં આવ્યું હતું. આઈઆરએનએસએસ-૧ઈ અંતરિક્ષ સિસ્ટમ માટે પ્રક્ષેપિત કરવામાં આવનારા સાત ઉપગ્રહોમાંથી પાંચમો ઉપગ્રહ છે. આ પાંચમા દિશા સૂચક ઉપગ્રહ આઈઆરએનએસએસ-૧ઈને લઈને ભારતના પીએસએલવી-સી૩૧ રોકેટે શ્રી હરિકોટાથી સફળ ઉડાન ભરી હતી.

આ વર્ષે ઈસરોનું આ પ્રથમ રોકેટ પ્રક્ષેપણ છે. અત્યાર સુધીમાં આ શૃંખલાના સાતમાંથી ચાર ઉપગ્રહો પૃથ્વીની ભ્રમણ કક્ષાથી પ્રક્ષેપિત અને સ્થાપિત થઈ ચૂક્યા છે. આ શૃંખલાનો પાંચમો ઉપગ્રહ આજે પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો અને આઈઆરએનએસએસ સિસ્ટમના સાતમાંથી ત્રણ ઉપગ્રહોને ૩૬,૦૦૦ કિ.મી.ની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવનાર છે.

આજે લોંચ કરવામાં આવેલી ઉપગૃહ સંપૂર્ણપણે પ્રક્ષેપિત થયા બાદ તે અમેરિકાના જીપીએસની સમકક્ષ થઈ જશે. આઈઆરએનએસએસ-૧ઈ અગાઉ છોડવામાં આવેલા આઈઆરએનએસએસ-એસ૧એ, ૧સી અને ૧ડીની સમકક્ષ છે. આઈઆરએનએસએસ-૧ઈ પોતાની સાથે બે પ્રકારનાં પે લોડ (અંતરિક્ષ ઉપકરણ) લઈને ગયો છે. જેમાં એક નેવિગેશન પણ છે અને બીજું રેજિંગ પે લોડ છે.

You might also like