આખરે ઇરફાન પઠાણને IPLમાં જોબ મળીઃ ગુજરાત તરફથી રમશે

રાજકોટઃ ગત રવિવારે આઇપીએલની દસમી સિઝનમાંથી ડ્વેન બ્રાવોના બહાર થયાના અહેવાલો વચ્ચે ગુજરાત લાયન્સે ઇરફાન પઠાણને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. બ્રાવો સ્નાયુની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઇરફાન ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી હરાજીમાં રૂ. ૫૦ લાખની બેસ પ્રાઇઝ પર પણ વેચાયા વિનાનો રહ્યો હતો. ત્યાર બાદ હવે ખુદ ઇરફાન પઠાણે પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ગુજરાત લાયન્સની જર્સી સાથે પોતાની તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

૩૨ વર્ષીય ઇરફાન પઠાણ પહેલાં આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ તરફથી રમી ચૂક્યો છે. ૧૦૨ આઇપીએલ મેચના અનુભવી ઇરફાનના ખાતામાં ૮૦ વિકેટ નોંધાયેલી છે, જ્યારે ૧૨૦ના સ્ટ્રાઇક રેટથી ૧,૧૩૭ રન પણ બનાવ્યા છે, પરંતુ ગત સિઝનમાં પુણે ટીમ તરફથી તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો.
http://sambhaavnews.com/

You might also like