ક્રિકેટર ઇરફાન પઠાણ બન્યો પિતા,પત્ની સફાએ દીકરાને જન્મ આપ્યો

વડોદરા : ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પિતા બન્યો છે. ઇરફાન પઠાણની પત્ની સફાએ ગઇકાલે રાત્રે વડોદરાની ઓલ્ડ પાદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. ઇરફાને ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટ્વિટ બાદ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો.

ઇરફાને ટ્વિટ કરતા લખ્યું કે, ઇસ એહસાસ કો બયા કરના મુશ્કીલ હૈ, ઇસમે એક બેહતરીન સી કશીશ હે, બ્લેસ્ટ વીથ એ બેબી બોય. અત્રે ઉલ્લેખનીય છે કે, સફા બેગ અને ઇરફાનની મુલાકાત દુબઇમાં થઇ હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે ફોન પર વાતચીત થઇ રહી હતી. આ વર્ષે બંન્નેએ નિકાહનો નિર્ણય લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આજનાં દિવસે સેફ અલી ખાન અને કરીના કપુર ખાનને પણ બાબો આવ્યો છે. સાથે સાથે ઇરફાન પઠાણના બાળકનો પણ આજે જ જન્મ થયો છે.

You might also like