પાત્ર ગમે તો જ ફિલ્મ સ્વીકારુંઃ ઇરફાન ખાન

પદ્મશ્રી, નેશનલ એવોર્ડ તથા ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડ જીતનાર ઇરફાન ખાન બોલિવૂડ અને હોલિવૂડનો સર્વાધિક પ્રતિભાસંપન્ન અભિનેતા ગણાય છે. તેને ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેણે તે ઠુકરાવી દીધી. આ અંગે વાત કરતાં તે કહે છે કે તે ફિલ્મમાં મને રણબીર કપૂરના સૌતેલા પિતાનું પાત્ર ભજવવાનું કહેવાયું હતું જ્યારે હું હાલના સંજોગોમાં ઓનસ્ક્રીન પિતાનો રોલ ભજવવા ઇચ્છતો નથી. તેથી મેં તે રોલનો ઇનકાર કર્યો.

આ ઉપરાંત ઇરફાન ખાને “હેરાફેરી-૩”માં કામ કરવાનો પણ ઇનકાર કરી દીધો. તેનું કારણ તે ડેટ્સ પ્રોબ્લેમ ગણાવે છે. તે કહે છે, નીરજ વોરાને આ ફિલ્મ માટે જે ડેટ્સ જોઇતી હતી તે મારી પાસે ખાલી ન હતી. આમ તો એ ફિલ્મમાં હું લવેબલ ડોનનું પાત્ર ભજવવાનો હતો. આ માટે ઓડિયો-વિઝ્યુઅલ પણ શૂટ કરી ચૂક્યો હતો, પરંતુ આગળ જતાં ડેટ્સ એડ્જસ્ટ ન થઇ શકી.

ઇરફાન ખાને અત્યાર સુધી ભજવેલાં પાત્રોમાંનાં ફેવ‌િરટ પાત્રો ‘મકબૂલ’, ‘મેટ્રો’, ‘નેમસેક’, ‘લંચબોક્સ’, ‘પીકુ’ છે. તે કહે છે કે મને રોલ પસંદ ન પડે તો હું ફિલ્મ સ્વીકારતો નથી. આ બધી ફિલ્મોમાં કામ કરવાની મને ખૂબ મજા આવી અને ઘણું બધું શીખવા પણ મળ્યું. હોલિવૂડમાં કેરેક્ટરની ચેલેન્જ હોય છે. તેથી મને હોલિવૂડની ફિલ્મો કરવી ગમે છે. •

You might also like