સેક્સ અને સંબંધની બાબતને લઇને ઈરફાન ખાને આપ્યું કંઇક આવું નિવેદન

ઈરફાન ખાન દર્શકો અને તેના ચાહકોને અવારનવાર ‘સરપ્રાઈઝ’ આપતો રહે છે. એકદમ ગંભીર પ્રકારના રોલથી લઈને કોમેડી, સોશિયલ અને રોમેન્ટિક એમ તમામ પ્રકારની ફિલ્મોમાં તે પોતાના અભિનયનાં ઓજસ પાથરી ચૂક્યો છે. હોલિવૂડની ફિલ્મોમાં પણ આ અભિનેતાએ સારું કાઠું કાઢ્યું છે. સેક્સ અને સંબંધની બાબતને લઇને લોકોની માનસિકતાનો

ઈરફાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ને દર્શકો અને વિવેચકોએ વધાવી લીધી છે. આ ફિલ્મની હટકે સ્ટોરી લાઈન અને તનુજા ચંદ્રાનું ડિરેક્શન સફળતાનાં કારણો છે તેવું ઈરફાનનું કહેવું છે.

ઈરફાન કહે છે કે આપણો સમાજ દંભી છે. સેક્સ અને રિલેશન‌િશપ અંગે હજુ આપણે ત્યાં ખૂલીને વાત થતી નથી. લોકોની માનસિકતા હજુ પણ સદીઓ પુરાણી જ છે. આવી ફિલ્મોના માધ્યમથી અમે એ જડસુ માનસિકતામાં પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ.

ઈરફાને હાલમાં જ તેના હોલિવૂડ પ્રોજેક્ટ ‘પઝલ’નું શૂટિંગ પતાવ્યું છે. કેલી મેકડોનાલ્ડના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ અંગે ઈરફાન ખૂબ ઉત્સાહિત છે. તે કહે છે કે આ ફિલ્મ મારા માટે સ્પાઈડરમેન, જુરાસિક વર્લ્ડ અને ઈન્ફર્નો જેવી મોટા બજેટની ફિલ્મો બાદ રિફ્રેશ કરનારી ફિલ્મ બની રહી છે. આ એક મહિલાની કહાણી છે. મને આ આ ફિલ્મમાં હટકે અભિનય કરવાનો મોકો મળ્યો તેનાથી હું ખૂબ ખુશ છું.’

ઈરફાન આ ઉપરાંત રોની સ્ક્રૂવાલાની ફિલ્મ ‘કરવાં’ માટે પણ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તે મલયાલમ અભિનેતા ડલકવર સલમાન, મિથિલા પાલ્કર અને અમલા સાથે કામ કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં વિશાલ ભારદ્વાજની પ્રોડક્શન કંપનીની એક ફિલ્મ પણ શરૂ કરશે, જેનું ડિરેક્શન નવોદિત હની ત્રેહાન કરશે. ઈરફાન કહે છે કે, ‘આ ફિલ્મમાં ‘‌પિકુ’ બાદ ફરીથી મને દીપિકા પદુકોણ સાથે કામ કરવા મળશે તે વાતથી જ હું ખુશ છું.’ •

You might also like