પેન્શન પ્લાનના એન્યુઈટી નોર્મ્સમાં ઈરડા રાહત આપશે

(એજન્સી)નવી દિલ્હી: ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડા સાત વર્ષમાં પ્રથમ વખત પોપ્યુલર યુલિપ સ્કીમના નિયમોમાં સુધારો કરવા જઇ રહી છે. ઇરડા આ સુધારા દ્વારા વીમા કંપનીઓની નાણાકીય સ્થિતિને વધુ સુદૃઢ કરવા માગે છે. આ પહેલ હેઠળ યુલિપ, પેન્શન પ્લાન અને ટ્રેડિશનલ પ્રોડક્ટ્સમાં બદલાવ કરવામાં આવશે. આ માટે ઇરડા પેન્શન પ્લાનના એન્યુઇટી નોર્મ્સમાં રાહત આપશે.

પેન્શન પ્લાનમાં રેગ્યુલેટર એક્યુમ્યુલેશન ફેઝ બાદ એન્યુઇટી ખરીદવા સાથે સંકળાયેલા નોર્મ્સમાં રાહત આપી શકે છે. આ રીતે ઇન્સ્યોરન્સ કંપનીઓને રાઇડર સાથે યુલિપ ખરીદનારા પાસેથી એક્સ્ટ્રા પ્રીમિયમ લેવાની મંજૂરી પણ મળી શકે છે. પીપીએફની જેમ પેન્શન ફંડમાંથી પણ બીમારી, બાળકોનાં લગ્ન અને ઉચ્ચ અભ્યાસ માટે આંશિક ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે. પેન્શન પ્રોડક્ટમાં કેપિટલ ગેરંટી, આંશિક ઉપાડ અને એન્યુઇટી નોર્મ્સને લઇને રાહત મળવાથી હવે પેન્શન પ્લાનનું આકર્ષણ વધશે.

You might also like