પ્રીમિયમ પર વધુ વળતર મળે તે માટે પ્રયત્નો કરેઃ ઈરડા

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા-ઈરડા દ્વારા બનાવાયેલી એક કમિટીએ જીવન વીમા સેક્ટરમાં મોટા ફેરફાર કરવાની ભલામણ કરી છે, જેમાં ફંડ પર વળતરમાં સુધારો થાય તે માટે રોકાણના નિયમોમાં પણ ફેરફાર કરવાની ભલામણ કરી છે.

ઇરડાએ કહ્યું છે કે બદલાતી જતી અર્થવ્યવસ્થાને લઇ ફેરફાર કરવા એ સમયની માગ છે. જાન્યુઆરીમાં આઠ સભ્યની એક કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ નિયમોમાં ફેરફાર કરવા સંબંધે એક રિપોર્ટ આપ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વીમા અંતર્ગત એકઠા થયેલા ફંડના રોકાણ નિયમોમાં મોટા પ્રમાણમાં ફેરફારની જરૂરિયાત છે, જેના કારણે તેના ઉપર વળતરને વધુ સારું મેળવી શકાય. સામાન્ય રીતે આઠ ટકા વાર્ષિક વળતરની અપેક્ષા રાખવામાં આવે છે, જ્યારે વીમાકર્તાનું ૫૦ ટકા ફંડ ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે, જેમાંથી ૬.૭ ટકાથી ૭.૨ ટકા વાર્ષિક વળતર મળે છે એટલું જ નહીં, વ્યાજદરમાં ઘટાડાનો ટ્રેન્ડ છે. આવા સંજોગોમાં વીમા પ્રીમિયમ પર નીચું વળતર મળવાની આશંકા છે. વીમા પ્રીમિયમ પર વધુ વળતર મળે તે માટે કમિટીએ વિવિધ સૂચનો કર્યાં છે.

You might also like