હવે ખબર પડી જશે કે વેઇટિંગ ટિકિટ ક્યારે થશે કન્ફર્મ, જાણો કઇ રીતે

દરેક વખતે ટ્રેન ટિકિટ બુક કરવા પર તમને કન્ફર્મ ટિકિટ મળે તે આવશ્યક નથી. જેને લઇને રેલવે હવે તમને જણાવશે કે તમારી વેઇટીંગ ટીકિટને કન્ફર્મ થવાનો કેટલો ચાન્સ છે. આ બધુ હવે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જોવા મળશે. ટ્રેનમાં લાંબા વેઇટિંગ લિસ્ટ ને જોઇને પ્રવાસીઓ કન્ફર્મ થશે કે નહીં તેને લઇને પરેશાન હોય છે.

પરંતુ રેલવે દ્વારા હવે નવી વ્યવસ્થા હેઠળ આ પરેશાની દૂર થશે. હવે વેઇટીંગ ટિકિટને લીધા બાદ એ ખબર પડી જશે કે કેટલા સમયમાં આ ટીકીટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે. હવે આઇઆરટીસીની વેબસાઇટ નવા સ્વરૂપે જોવા મળશે. આમાં પ્રવાસીઓને ઘણી નવી સુવિધા મળશે.

IRTCની વેબસાઇટ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) દ્વારા તૈયાર કરવામાં આવેલ એલ્ગોરિદમની મદદથી પ્રવાસીઓને એ જાણકારી મળશે કે તેમની વેઇટીંગ લિસ્ટવાળી ટીકિટ કેટલા સમયમાં કન્ફર્મ થવાની શક્યતા છે.

રેલવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વનુમાનના આ નવા ફીચર હેઠળ બુકિંગ ટ્રેન્ડસના આધાર પર એ ખબર પડી જશે કે તેમની વેઇટીંગ લિસ્ટ અથવા આરએસી ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે આ વિચાર રેલવે પ્રધાન પિયુષ ગોયલે આપ્યો હતો. આ સેવને આઇઆરસીટીની વેબસાઇટ સાથે જોડવા માટેની એક ડેડલાઇન પણ આપી હતી.

You might also like