આજથી IRTCમાં ટિકિટ બુક કરવા પર સર્વિસ ટેક્સમાં છૂટ

નવી દિલ્હીઃ IRTC વેબસાઇટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે  ઓનલાઇન ટિકિટ બુક કરવા પર 31 ડિસેમ્બર સુધી સર્વિસ ટેક્સ નહીં ભરવો પડે. નોટબંદીને પગલે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે સર્વિસ ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

રેલવે વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે 23 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી IRCTCની વેબસાઇટ પર ઓનલાઇન ટિકિટ બુક કરવા પર સર્વિસ ટેક્સ નહીં ભરવામાં આવે. અત્યાર સુધી IRCTC દ્વારા સ્લીપર ટિકિટ બુક કરવા પર 20 રૂપિયા અને એસી ક્લાસમાં ટિકિટ બુક કરવા પર 40 રૂપિયા સર્વિસ ટેક્સ આપવો પડતો હતો. તેમણે જણાવ્યું છે કે ઓનલાઇન બુકિંગ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે આ છૂટ આપવામાં આવી છે.

visit: sambhaavnews.com

You might also like