ફક્ત 540 રૂપિયામાં તાજ મહેલનો પ્રવાસ કરાવશે IRCTC, જાણો પેકેજ

IRCTC તમારા માટે 2 મહાન પેકેજ લાવ્યું છે. તેમાંથી એક આગ્રાથી દિલ્હી સુધીની મુસાફરી પર મળશે. આ ઓફરમાં ટ્રેનમાં આગરા સુધી અને પછી AC ટેક્સીમાં તાજ સુધી જવું શામેલ છે.

જો કે, લાભ ત્યારે જ થશે જ્યારે ત્રણ લોકો એક સાથે ફરવા જાય. ત્રણ લોકો માટે પ્રવાસ પેકેજની કિંમત રૂ.1620 છે. આ રીતે દર માણસે રૂ. 540 ચૂકવવા પડશે.

જો અગર 2 લોકો તાજ મહેલ ફરવા જાય તો રૂ. 810 વ્યક્તિ દીઠ ભાગમાં આવશે. જો એકલા જઈ રહ્યા હોવ તો સમગ્ર રૂ 1620 ચુકવવા પડશે. પેકેજમાં એક, બે કે ત્રણ લોકો માટે અલગ ભાવ નથી.

તમે ટ્રેન દ્વારા આગરા આવશો આ પછી તમને રેલવે સ્ટેશનથી તાજ મહેલ જવા માટેની AC ટેક્સી મળશે. તેવી જ રીતે, બીજા પેકેજમાં દિલ્હીથી મથુરા અને વૃંદાવન જઈ શકો છો.

ત્રણ લોકો માટે કુલ રૂ. 2,780 નો ખર્ચ થશે. દર વ્યક્તિનો શેર આશરે 926 રૂપિયા આવશે. તેમાં કોઈ અલગ કેટેગરી કરવામાં આવી નથી.

તેથી જો 2 વ્યક્તિઓ હોય તો દર વ્યક્તિ દીઠ 1,390 રૂપિયા આપવા પડશે. જો કોઈ એકલા જ જવા માંગતા હોવ તો તે તેની સંપૂર્ણ રૂ. 2780 ચુકવવાના રહેશે.

You might also like