મોસુલમાં એક જ મહિનામાં મૃત્યુ પામ્યા 300 થી વધારે નિર્દોષો

ઇરાક: ઈરાકનું બીજા નંબરનું સૌથી મોટુ શહેર ભીષણ યુદ્ધનું સાક્ષી બન્યુ છે. શહેર પર કબ્જો મેળવવા માટે ઈરાકી ગઠબંધનની સેનાઓ અને ISIS વચ્ચેની લોહીયાળ રમતમાં શહેરના સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે.

UNના મત અનુસાર શહેરના પશ્વિમભાગમાં થયેલી લડાઈમાં 17 ફેબ્રુઆરી બાદ 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 273થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી અંદાજે 240 લોકો અમેરીકી હવાઈ હુમલાના શિકાર બન્યા છે. અમેરીકી રક્ષા મંત્રાલય પ્રમાણે આ હુ્મલા દ્વારા અલ- જદીદા જિલ્લામાં ISIS ના 25 ઠેકાણાઓ બરબાદ કરી દેવાયા હતા. આતંરરાષ્ટ્રીય મીડિયા સેંકડો લોકોના મૃત્યુ થયાની વાતને સમર્થન કરી રહી છે. ઈરાકી રક્ષા મંત્રાલયએ પણ 61 લોકોના મૃત્યુનું કહી ચુકી છે. અમેરીકી અધિકારીઓ માની રહ્યા છે કે યુએસના કોઈ પણ યુધ્ધ અભિયાનમાં થયેલા નાગરિકોના મૃત્યુનો સૌથી મોટો કેસ છે.

જંગથી બચવા ભાગતા લોકો બંન્ને પક્ષોની ગોળીઓનો શિકાર થઈ રહ્યા છે. ટિગરિસ નદીને પાર કરવા જઈ રહેલા દરેક વ્યક્તિને ISISએ પોતાનું નિશાન બનાવી રહી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ઈરાકી સેના પણ તે લોકોને આતંકી માનીને ગોળીએ મારી રહી છે. જે લોકો શહેરમાં બચ્યા છે કે લોકોને ISIS આતંકીઓ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

ભુખમરાનો શિકાર થઈ રહ્યા છે લોકો

જંગના કારણે પશ્વિમી મોસુલમાં ખાવા-પીવાની વસ્તુઓની અછત આવી રહી છે. કચરો વીણીને પેટ ભરવા લોકો મજબુર થઈ રહ્યા છે, દુધ શાકભાજી અને ફળ બજારમાંથી ગાયબ થઈ રહ્યા છે. મહિલાઓએ રસ્તા પર ભીખ માંગવા મજબુર બની છે. મોટાભાગના લોકો બ્રેડ અને પાણીથી ગુજરાન ચલાવી રહ્યા છે. શહેરના લોકો પાસેથી પાણીના બદલામાં પેટ્રોલ લેવામાં આવી રહ્યું છે અને કેટલાક મહિનાઓથી લોકોને વીજળી પણ નથી મળી રહી.

અંદાજે 6 મહિનાથી ચાલી રહ્યુ છે ઓપરેશન

મોસુલમાં યુધ્ધ ના કારણે ઓપરેશન ઓક્ટોમ્બર 2016થી ચાલી રહ્યુ છે ઈરાકી અને અમેરીકી સેનાઓ સિવાય આમાં કુર્દ લડવૈયા પણ જોડાયા છે. શહેર પર 2014માં ISISના કબ્જા બાદ વર્ષ 2015 અને 2016ની શરૂઆતમાં મોસુલને છોડાવવા ઓપરેશનો થઈ ચુક્યા છે આવા અભિયાનો દ્વારા શહેરના આસપાસના લોકોને સ્વતંત્ર કરાયા છે. હવે મોસુલનો માત્ર પશ્વિમી ભાગ જ આતંકીયોના કબ્જા હેઠળ છે.

You might also like