આતંકીની દહેશત ફેલાવાવી રહ્યાં છે બાળકો, બની રહ્યાં છે સ્યુસાઇટ બોમ્બ

તૂર્કીઃ છેલ્લાં કેટલાય સમયથી ઇરાકમાં આતંકી ઘટનાઓમાં નિર્દોષ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. ત્યારે આખરે આ આતંકી ઘટનાને અંજામ આપી રહેલા સખ્શના ચહેરા સામે આવી ગયા છે. જાણીને નવાઇ લાગશે પરંતુ આંતકની આ દહેશત ફેલાવી રહ્યાં છે 12થી 14 વર્ષના બાળકો. જેઓ સ્યૂસાઇટ બોમ્બ બનીને ઘટનાને અંજામ આપી રહ્યાં છે.

જે અંગે તૂર્કીના રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે કે ઇરાકમાં થઇ રહેલા વિસ્ફોટ પાછળ આત્મઘાતિ બાળકનો હાથ છે. તેણે પોતે વિસ્ફોટ કર્યો હશે અથવા તો તેની સાથે જબરજસ્તી કરાવવામાં આવ્યો હશે. આતંકીઓ હવે આત્મઘાતી હુમલા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. બાળકો પર કોઇ શંકાની નજરે જોતુ નથી અને રોકટોક વગર તેઓ ક્યાં પણ ફરી શકે છે. ત્યારે હવે આત્મઘાતી વિસ્ફોટર તરીકે બાળકોનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

હાલમાં પોલીસે આવા જ એક બાળકને બગદાદના એક શહેર કિર્કુકથી પકડી પાડ્યો છે. જેની ઉંમર માત્ર 12થી 13 વર્ષની છે. બગદાદીના નિર્દઇ હત્યારાઓએ તેને મોકલ્યો છે. બાળકને શિયા મસ્જિદ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. જેના કમરના ભાગમાં સ્યુસાઇડ બેલ્ટ હતો. તે શિયા મસ્જિદમાં વિસ્ફોટ કરવાના ઇરાદે આવ્યો હતો.

You might also like