ઇરાકમાં ISISનાં 36 આતંકીઓને અપાઇ ફાંસી

નાસીરિયા: ઇરાકમાં આજે સુન્ની જિહાદીઓ દ્વારા 2014માં કરવામાં આવેલા નરસંહારમાં દોષિત માનવામાં આવેલા 36 આતંકીઓને ફાંસી આપવામાં આવી છે. તે દરેકને સ્પીચર નરસંહારમાં તેમનો ભાગ હોવાના દોષિત માનવામાં આવ્યા હતાં. આઇએસ આતંકીઓએ તિકરિટ નજીક સ્થિત સ્પીચર છાવણીથી 1,700 સૈન્યને મોતના ઘાટમાં ઉતારી દીધા હતાં. આ નરસંહારની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના સમૂહે લીધી હતી.

ઢિકાર પ્રાંતના ગવર્નર કાર્યાલય પ્રવક્તાએ કહ્યું કે સ્પીચર નરસંહાર માટે 30 દોષિતોને નાસીરિયાની જેલમાં ફાંસી આપવામાં આવી. નસીરિયા ઢિકાર પ્રાંતની રાજધાની છે. અબ્દેલ હસન દાઉદે કહ્યું કે ઢિકાર ગવર્નર યાહ્યા અલ નાસરી અને ન્યાયમંત્રી હેદર અલ જામિલી ફાંસી વખતે હાજર હતાં. રવિવારે આ દરેક 36 દોષિતોને ફાંસી આપવામાં આવી છે.

You might also like