પાકિસ્તાની ફિલ્મજગતને ઇરાન – ટર્કીની ડબ ફિલ્મોનો આધાર

પાકિસ્તાનના કલાકારો જ ભારત પર નભતા હતા એવું નથી પરંતુ ત્યાંનાં થિયેટર્સ પર ભારતીય ફિલ્મોથી જ ચાલતાં હતાં. ભારતની ફિલ્મો બંધ થતા ત્યાં મુશ્કેલી ઊભી થઇ છે. હવે તેઓ ઇરાન અને ટર્કીની ફિલ્મો થિયેટરોમાં લગાવી રહ્યા છે. ઉરીમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલા પછી ભારતે કડક વલણ અપનાવ્યું. સર્જિકલ સ્ટ્રાઇક કરી હાર્ડપાવરનો ઉપયોગ તો કર્યો જ તેની સાથે સોફ્ટપાવર શું કરી શકે છે તેની અસર પણ પાકિસ્તાન પર પડવા લાગી છે. બોલિવૂડ એ ભારતનો સોફ્ટ પાવર હતો. બોલિવૂડની ફિલ્મોથી પાકિસ્તાની થિયેટર્સ ઉભરાતાં હતાં, પરંતુ હવે ભારતના મોશન પિક્ચર્સ એસોસિયેશને પાકિસ્તાનના કલાકારો પર જ પ્રતિબંધ નથી મૂક્યો પરંતુ ત્યાં ફિલ્મો રિલીઝ કરવાનું પણ બંધ કરી દીધું છે. જેની સામે પાકિસ્તાનના એસોસિયેશને પણ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો.

ભારતને તો તેની કોઇ અસર થઇ નહીં પરંતુ પાકિસ્તાનનાં થિયેટર્સમાં કાગડા ઊડવા લાગ્યા. થિયેટર્સને ભારે ખોટ જવા લાગી. ખોટ પૂરવા માટે તેમણે હાલપૂરતો રસ્તો શોધ્યો છે. ઇરાન અને ટર્કીનો ફિલ્મોદ્યોગ પ્રમાણમાં સારો છે. ત્યાંની ફિલ્મો સારી હોય છે, પરંતુ સમસ્યા ભાષાની છે એટલે ત્યાંની ફિલ્મોને ઉર્દુમાં ડબ કરીને પાકિસ્તાની થિયેટર્સમાં લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ભારતીય ટેલિવિઝન અને રેડિયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

You might also like