ઇરાને લગાવ્યો અમેરિકા પર બેન, અમારી જમીન પર કોઈ અમેરિકન પગ નહિ મૂકી શકે

વોશિંગ્ટન: ‘ઇસ્લામિક આતંકવાદ’નો સામનો કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક આદેશો પર સાઇન કરી દીધા છે. ટ્રમ્પે આશરે 7 મુસ્લિમ દેશો પર પાબંદી લગાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ આદેશ પછી 7 મુસ્લિમ દેશોના નાગરિકોને 90 દિવસ સુધી વિઝા ઇસ્યુ નહિ કરવામાં આવે. ટ્રમ્પના આ નિર્ણયની દુનિયાભરમાં આકરી ટીકા કરવામાં આવી રહી છે. તમામ લોકો ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા 7 મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકામાં દાખલ થવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. 7 મુસ્લિમ દેશો ઇરાન, ઇરાક, લીબિયા, સોમાલિયા, સૂદાન, સીરિયા અને યમનના નાગરિકો પર વિઝા પાબંદી લગાડી દેવામાં આવી છે. આ દેશોમાં ઇરાન પણ શામેલ છે. હવે ઇરાને અમેરિકાની આ કાર્યવાહી ના જવાબમાં અમેરિકન નાગરિકોને ઇરાનમાં પ્રેવશવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. ઇરાનના વિદેશ મંત્રાલયે શનિવારે આ નિર્ણયની માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો છે.

You might also like