ઇરાન પાસેથી તેલની અાયાતમાં ૨૦ ટકાનો ઘટાડો કરશે ભારત

નવી દિલ્હી: ઇરાન પાસેથી તેલ ખરીદનારા દેશોમાં ચીન બાદ ભારત બીજા નંબરે છે. પરંતુ હવે દેશની સરકારી તેલ રિફાઈનર્સે ૨૦૧૭-૧૮માં ઇરાન પાસેથી તેલની ખરીદીમાં ૨૦ ટકા સુધીનો કાપ મૂકવાનું નક્કી કર્યું છે. ફરઝાદ ગેસ ફિલ્ડને ભારતીય કંપનીઅોને અાપવામાં ઇરાનને અોછો રસ હોય તેવું લાગતા સરકારે અા નિર્ણય લીધો છે.

ન્યૂક્લિયર પ્રોગ્રામ હેઠળ ઇરાન પર જે સમયે પશ્ચિમી દેશોઅે તમામ પ્રતિબંધો લગાવ્યા હતા તે સમયે ભારત પણ અે દેશોમાંથી હતુ જેને ઇરાન પાસેથી તેલની ખરીદી સતત ચાલુ રાખી હતી. જો કે પ્રતિબંધ હટ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો પહેલા જેવા રહ્યા નથી.

ખાસ કરીને ઇરાન તરફથી પોતાના તેલ અને ગેસની વધુ કિંમતો મેળવવાના પ્રયાસોને કારણે અામ બન્યું છે. ઇરાનથી નાખુશ ભારત સરકારના તેલ મંત્રાલયે સરકારી રિફાઈનરીને અા ખાડી દેશ પાસેથી કરાતી અાયાતમાં કાપ મૂકવાનું કરાયું છે. એક ભારતીય સૂત્રઅે જણાવ્યું કે અમે ધીમે ધીમે અાયાતમાં કાપ મૂકી રહ્યા છીઅે. જો અમારી કંપનીઅોને લઈને ફરઝાદ ગેસ ફિલ્ડ પર કોઈ પ્રગતિ ન થઈ તો અા કાપ વધુ વધારવામાં અાવે તેવી શક્યતા છે.

ઇરાની કંપની સાથે મિટિંગમાં ભારતીય અધિકારીઅોઅે જણાવ્યું કે હાલમાં અમે ૨,૪૦,૦૦૦ બેરર કાચું તેલ રોજ ખરીદીઅે છીઅે જે અમે ૧,૯૦,૦૦૦ બેરલ સુધી સીમિત કરવા જઈ રહ્યા છીઅે. ઇન્ડિયન અોઈલ કોર્પોરેશન, મેંગ્લોર રિફાઈનરી અેન્ડ પેટ્રોલ કેમિકલ કોર્પોરેશન તરફથી અાયાતમાં રોજ ૨૦ હજાર બેરર સુધીનો ઘટાડો કરવાની યોજના છે. અા ઉપરાંત ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ અાયાતમાં પ્રતિ દિન ૧૦,૦૦૦ બેરલ સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like