સર્જિકલ સ્ટ્રાઇકમાં ઇરાનએ કરી ભારતની મદદ?

નવી દિલ્હી: ભારતએ જે દિવસે લાઇન ઓફ કંટ્રોલ પર સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો, ઇરાનિયન બોર્ડરના ગાર્ડ્સે પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ ઘટનાક્રમને ભારત અને ઇરાનની વચ્ચે સારા થતાં સંબંધને જોડીને જોવામાં આવી રહ્યો છે.

મળતી જાણકારી અનુસાર, ઇરાનની સેનાએ પાકિસ્તાનના બલૂચિસ્તાનના વિસ્તારમાં મોર્ટારના ગોળા નાંખ્યા હતાં. તેનાથી પાકિસ્તાનની સેના હેરાન થઇ ગઇ હતી. આ કારણથી પાકિસ્તાનની સેનાનું એક ટોળું પશ્વિમ તરફ વ્યસ્ત રહ્યું હતું. ઇરાન દ્વારા કરવામાં આવેલી આવી કરતૂતોને કારણે પાકિસ્તાને પશ્વિવ તરફ પોતાના જવાનોની તૈનાતી વધારી દીધી. આ ઘટના ત્યારે થઇ જ્યારે ભારતે પીઓકેમાં ઓપરેશન ચલાવ્યું હતું.

જો કે જણાવા મળ્યું છે કે પાકિસ્તાનની સેના હજુ સુધી એ વાત વિચારી રહી છે કે ઇરાને મોર્ટાર કેમ નાંખ્યા? બલૂચિસ્તાનના પ્રાંતના ગવર્નરે કહ્યું, ‘ઇરાનિયન સેના દ્વારા નાંખવામાં આવેલા ગોળા પંજગૂર જિલ્લામાં પડ્યા હતાં. બે ગોળા પાકિસ્તાની ફ્રંટિયર કોર્પ્સની ચેકપોસ્ટની નજીક પડ્યો જ્યારે ત્રીજો કિલ્લી કરીમ દાદ વિસ્તારમાં પડ્યો. જો કે આ ઘટનાથી કોઇ નુકસાન પહોંચ્યું નથી.’

મોર્ટાર હુમલા પછી પાકિસ્તાનમાં અફરાતફરી મચી ગઇ હતી. પાકિસ્તાનની સેના આ ઘટનાની સમીક્ષા કરવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેને દુનિયાના સૌથી પછાત વિસ્તારમાં ગણવામાં આવે છે.

પાકિસ્તાન અને ઇરાનની વચ્ચે 900 કિલોમીટર લાંબી સીમા છે. ઇરાનની સેનાને સુન્ની આતંકી સંગઠન જુંદુલ્લાહ મોટાભાગે ટાર્ગેટ બનાવતા રહે છે. આરોપ છે કે આ સંગઠનને પાકિસ્તાન સહકાર આપી રહી છે. આ કારણથી ઇરાન પાકિસ્તાન સામે નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યું છે. ઇરાન પણ પાકિસ્તાન પર એ આરોપ લગાવી રહ્યું છે કે તે આતંકીઓને પોતાની જમીનનો ઉપયોગ કરવા દે છે.

You might also like