જેલમાં શશિકલાને સ્પેશિયલ ટ્રીટમેન્ટનો ખુલાસો કરનાર DIG રૂપાની ટ્રાન્સફર

વીકે શશિકલાને જેલમાં વીવીઆઇપી ટ્રીટેમ્નટ આપવાના આરોપ લગાવનારી DIG ડી રૂપાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ડી રૂપાની ટ્રાન્સફર ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ડીઆઇજી ડી રૂપાએ શનિવારે એઆઇએડીએમના અધ્યક્ષ શશિકલા બાબતમાં પોતાનો બીજી રિપોર્ટ ડીજીપી એચએન સ્તયનારાયણ રાવને સોંપ્યો હતો. જેમાં તેમણે જેલમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો.

ડીઆઇજી ડી રૂપાના ટ્રાન્સફર પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ સ્થઆનિક પ્રક્રિયાનો ભાગ છે. તો બીજી બાજુ મીડિયાના પ્રશ્નોથી બચતાં તેમણે કહ્યું કે મીડિયાને દરેક વાત જણાવવી જરૂરી નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના રિપોર્ટમાં ડી રૂપાએ કેન્દ્રીય જેલમાં મળતી દરેક સુવિધા પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. એની સાથે જ એમણે એઆઇએડીએમકે અધ્યક્ષ વીકે શશિકલાને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવાના સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ સીસીટીવી ફુટેડ ડિલીટ કરવા પર આરોપ લગાવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિઝિટલ ગેલેરીમાં માત્ર 2 જ સીસીટીવી કેમેરા છે. કેમેરા નંબર 8 અને 9 એડમિશન રૂમની પાસે લાગેલો છે જેમાં રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ નથી. શશિકલાને એક અલગથી રૂમ આપવામાં આવ્યો હતો. ત્યાં તે કોઇને પણ મળી શકતા હતા. દરેક ઘટનાઓ કેમેરામાં કેદ કરવામાં આવી હતી, પરંતુ એનું રેકોર્ડિગ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ડીઆઇજી રૂપાએ જેલ પ્રશાસન પર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવ્યો હતો. ડીઆઇજીએ પોતાના વરિષ્ઠ અધિકારી ડીજીપી સત્યનારાયણ રાવ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. એમનો આરોપ છે કે શશિકલાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે 2 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. જો કે રાવે ડીઆઇજીના દરેક આરોપને ખોટા કહ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like