અાઈપીએસ અધિકારીના ઘરેથી લોહી, હુમલાખોરનાં માસ્ક મળ્યાં

અમદાવાદ: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અાવેલા સમર્પણ ટાવરમાં રહેતાં આઇપીએસ અધિકારીની સગીર પુત્રીની હત્યાના પ્રયાસ મામલે શહેર પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. ટાવરમાં સિક્યોરિટી હોવા છતાં આવી ગંભીર ઘટના બનતાં કોઇ પરિચિત વ્યક્તિ દ્વારા જ આ હુમલો કરાયો હોવાની શંકા સેવાઇ રહી છે.

પોલીસે મામલાની ગંભીરતાથી લઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાઇ રહી છે. તપાસમાં કોઇ પણ નાના કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીને પણ સાથે રાખવામાં નથી આવતા અને ખાનગી તપાસ ચલાવાઇ રહી છે.  એફએસએલનાં સૂૂત્રોનાં જણાવ્યા મુજબ આઇપીએસ અધિકારીના ઘરેથી લોહી અને માસ્ક મળી આવ્યાં છે. જેને હાલ એફએસએલની ટીમે કબજે કરી તપાસ શરૂ કરી છે. ટાવરમાં અનેક આઇપીએસ, આઇએએસ અધિકારી, જજ અને ઉચ્ચ કક્ષાના અધિકારી રહે છે.

ત્યાં એસઆરપી પોઇન્ટ અને દરેક બ્લોકમાં નીચે સિક્યોરિટી ગાર્ડ હોય છે. બ્લોકમાં આવતી જતી વ્યક્તિની પૂછપરછ પણ કરાય છે. છતાં કોઇ અજાણી વ્યક્તિ ઘરમાં ઘૂસી હુમલો કરી ફરાર થઇ જાય તે અશકય છે તેથી કોઇ પરિચિત વ્યક્તિએ જ આ હુમલો કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે. હાલમાં પોલીસ માત્ર તપાસ ચાલુ છે તેનું રટણ કરી રહી છે. ઘટના બાબતે તેઓ કંઇ જ કહેવા તૈયાર નથી.
http://sambhaavnews.com/

You might also like