નવા વર્ષમાં પણ આઈપીઓની ભરમાર

અમદાવાદ: વર્ષ ૨૦૧૫ સેકન્ડરી બજાર માટે ભલે ઠંડું રહ્યું હોય, પરંતુ પ્રાઇમરી બજાર માટે ગરમ રહ્યું હતું. ૨૦થી વધુ કંપનીઓએ આઇપીઓ બજારમાંથી રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ એકઠા કર્યા હતા એટલું જ નહીં મોટા ભાગના આઇપીઓમાં રોકાણકારને પોઝિટિવ રિટર્ન મળ્યું હતું ત્યારે આઇપીઓ બજારમાં તેજીને લઇને કેટલીય કંપનીઓએ નવા વર્ષે આઇપીઓ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નવા વર્ષે વીએલસીસી હેલ્થકેર, રત્નાકર બેન્ક કંપનીના આઇપીઓ આવી શકે છે, એટલું જ નહીં રૂ. ૫૦ હજાર કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં છે.
એ જ પ્રમાણે બજેટ પૂર્વે સરકાર કોલ ઈન્ડિયામાં વધુ ૧૦ ટકા, એનટીપીસી કંપનીમાં પાંચ ટકા અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પીએસયુ એકમમાં પાંચ ટકા હિસ્સાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.

You might also like