૨૦૧૬માં આવેલા આઈપીઓમાં ૬૦ ટકામાં રોકાણકારો કમાયા

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સેકન્ડરી બજાર કરતાં પ્રાઈમરી બજાર વધુ ગરમ રહ્યું છે. દસ કંપનીના આઈપીઓ આવ્યા હતા, જેમાંથી ૬૦ ટકા કંપનીના આઈપીઓ હાલ ઈશ્યૂ પ્રાઈસથી ઊંચા ભાવે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યા છે એટલે કે આ શેરમાં નાના રોકાણકારોને હાલ ૮ ટકાથી ૩૫ ટકા જેટલું ઊંચું રિટર્ન મળી રહ્યું છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં અત્યાર સુધીમાં રૂ.૬૪૫૩ કરોડથી વધુ રકમ આઈપીઓ દ્વારા ઊભી કરાઈ હતી, જેમાં ખાસ કરીને હેલ્થ કેર કંપનીઓના આઈપીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. વર્ષ ૨૦૧૬માં સેન્સેક્સમાં ૨.૫૩ ટકાનો ઘટાડો નોંધાયો છે તો તેની સામે દસ આઈપીઓમાંથી છમાં શેરના ભાવ ઈશ્યૂ પ્રાઈસથી ઊંચા ભાવે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યા છે.

જેમાં ઇક્વિટાસ હો‌િલ્ડંગ કંપનીનો રૂ.૨૧૭૫ કરોડનો ઈશ્યૂ આવ્યો હતો. હાલ આ શેરમાં ૩૪ ટકા રિટર્ન મળી રહ્યું છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નાના રોકાણકારોને ઊંચું રિટર્ન મળતાં પ્રાઈમરી બજારમાં ગરમાવો જોવા મળ્યો છે.

કંપનીનું નામ ટકાવારીમાં રિટર્ન
પરાગ મિલ્ક                                ૧૩.૭૦
ઉજ્જિવવન ફાઇનાન્શિયલ         ૨૪.૭૬
થાઇરોકેર                                    ૩૫.૩૧
ઈક્વિટાસ                                   ૩૪.૨૭
ઇન્ફીબીમ                                  ૧૩.૪૨
ભારત વાયર                             -૯.૩૩
હેલ્થ કેર ગ્લોબલ                      -૧૬.૯૭
‌િક્વક ‌િહલ                       -૨૪.૯૫
ટીમલીઝ સર્વિસ                       ૮.૫૩
પ્રીસિસન કેમશાફ્ટ                   -૨૪.૮૪

You might also like