સેકન્ડરી માર્કેટની સુસ્ત ચાલને પગલે IPO બજાર પણ ઠંડુંગાર

અમદાવાદ: શેરબજારમાં છેલ્લા કેટલાંક સમયથી મોટી વધ-ઘટના અભાવ વચ્ચે સ્ટેડી ચાલ જોવા મળી રહી છે. સેકન્ડરી માર્કેટમાં જોવા મળી રહેલી સ્ટેડી ચાલના ચાલને પગલે પ્રાઇમરી બજારમાં પણ તેની અસર નોંધાઇ છે. મે મહિનામાં માત્ર એક જ આઇપીઓ લિસ્ટેડ થયો હતો તેમાં પણ હાલ નેગે‌ટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે.

જ્યારે જૂન મહિનાનો બે સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં નવા આઇપીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે ડિસેમ્બર સુધીમાં ર૦ હજાર કરોડ રૂપિયા સુધીના આઇપીઓ લાવવાની કંપનીઓ તૈયારી કરી રહ્યું છે પરંતુ બજારમાં કોઇ મોટી મૂવમેન્ટના અભાવ વચ્ચે કંપનીઓ આઇપીઓ લાવવામાં ખચકાટ અનુભવી રહી છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલા આઇસીઆઇસીઆઇ  સિક્યોરિટીમાં નેગે‌ટિવ ૩૦.પ૮ ટકા રિટર્ન મળી રહ્યું છે જ્યારે કારદા કન્સ્ટ્રક્શન કંપનીનો ૧.૬૪ જેટલો નેગે‌ટિવ રીટર્ન મળી રહ્યું છે.

આઇપીઓ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં હાલ લિક્વિડિટીનો અભાવ જોવા મળી રહ્યો છે તથા શેરબજારની સુસ્ત ચાલના પગલે આઇપીઓ પુરેપુરા ભરાશે કે નહીં તે અંગે શંકા કુશંકા પ્રવર્તી રહી છે અને તેને કારણે કંપનીઓ હાલ નવા આઇપીઓ લાવવાથી અળગી છે.

માર્ચ બાદ આવેલા IPOમાં હાલ મળતું રીટર્ન
ઇન્ડોર સ્ટાર કેપીટલ -ર.ર૬ ટકા
લેમન ટ્રી +૩૪. ર૯ ટકા
ICICI સિક્યુરીટી -૩૦.પ૮ ટકા
મિશ્ર ધાતું +પ૧. ૩૯ ટકા
સંધાર ટેકનો +૧૯. ૮ર ટકા
કારદા કન્સ્ટ્ર. -૧.૬૪ ટકા

You might also like