સીએલ એજ્યુકેટ ૨૦ ટકા ઘટાડે લિસ્ટિંગ

અમદાવાદ: આજે સીએલ એજ્યુકેટ કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ ૨૦ ટકા ઘટાડે થયું હતું. કંપનીએ શેર રૂ. ૫૦૨ના ભાવે ઈશ્યૂ કર્યો હતો, પરંતુ આજે લિસ્ટિંગના પ્રથમ દિવસે શરૂઆતે ૪૦૨ની આસપાસ લિસ્ટિંગ થયું હતું. આમ, ૨૦ ટકાના ઘટાડે શેર લિસ્ટ થયો હતો, જેના પગલે રોકાણકારો આજે લિસ્ટિંગના પ્રથમ દિવસે જ ધોવાઇ ગયા હોવાનું જણાયું હતું.ત્યાર બાદ આ કંપનીના શેરમાં સાધારણ સુધારો નોંધાઇ ૪૧૭ની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો હતો.

૨૦૧૭માં આવેલા IPOનું રિટર્ન
સીએલ એજ્યુકેટ – ૨૦ ટકા
મ્યુઝિક બ્રોડકાસ્ટ ૭ ટકા
એવન્યૂ સુપરમાર્ટ ૧૧૧ ટકા
બીએસઇ લિ. ૨૦ ટકા
http://sambhaavnews.com/

You might also like