એલ એન્ડ ટી ઈન્ફોટેક અને VLCCના IPOને સેબીની મંજૂરી

728_90

મુંબઇ, મંગળવાર
સેબીએ એલ એન્ડ ટી ઇન્ફોટેક અને વીએલસીસી કંપનીના આઇપીઓ લાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. લાર્સન એન્ડ ટુબ્રોની સબસિ‌િડયરી કંપની એલ એન્ડ ટી ઇન્ફોટેક રૂ. ૨,૦૦૦ કરોડના આઇપીઓ લાવવાની યોજના છે, જ્યારે બ્યુટી અને વેલનેસ કારોબાર સાથે સંકળાયેલી વીએલસીસી કંપનીની રૂ. ૪૦૦ કરોડનો આઇપીઓ લાવવાની યોજના છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે વીએલસીસી આઇપીઓ દ્વારા ઊભી થયેલ રકમનો ઉપયોગ દેશ-વિદેશમાં વેલનેસ સેન્ટર ખોલવામાં કરશે, એટલું જ નહીં દેશમાં ઇન્સ્ટિટ્યૂટ ખોલવાની યોજના પણ બનાવી રહી છે તો બીજી બાજુ એલ એન્ડ ટી ઇન્ફોટેક નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના છેલ્લા ત્રિમાસિક સમયગાળામાં આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે.

You might also like
728_90