આઈપીઓ લાવવા પાંચ કંપનીઓને સેબીની મંજૂરી

મુંબઇ: શેરબજારમાં પાછલાં કેટલાય સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો હોય, પરંતુ આઇપીઓ થકી નાણાં ઊભાં કરવા પાંચ કંપનીઓને સેબીએ મંજૂરી આપી દીધી છે, જેમાં મહાનગર ગેસ, ઇક્વિટાસ હોલ્ડિંગ કંપનીને આઇપીઓ લાવવાની મંજૂરી આપવામાં આવી છે. એ જ પ્રમાણે જીવીઆર ઇન્ફ્રા. પ્રોજેક્ટ્સ, જીએનએ એક્સેલ્સ અને મેની પ્રિસિઝન પ્રોડક્ટ્સને પણ આઇપીઓ લાવવાની મંજૂરી મળી ગઇ છે. જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ કંપનીઓ આઇપીઓ દ્વારા ઓછામાં ઓછા રૂ. ૨૫૦૦ કરોડ ઊભા કરી શકે છે. મોટા ભાગની કંપનીઓ પોતાના બિઝનસેને વિસ્તરણ કરવા માટે આ નાણાંનો ઉપયોગ કરશે. કંપનીઓનું માનવું છે કે શેર્સના લિસ્ટિંગ થવાના કારણે કંપનીની બ્રાન્ડ મજબૂત થશે.

You might also like