દિલ્હી ડેયરડેવિલ્સના ધબડકા બાદ કોલકાતાનો ઘરઆંગણે સરળ વિજય

અમદાવાદ :IPL9ની બીજી મેચમાં આજે ગૌતમ ગંભીરની કોલકાતા નાઇટ રાઇડર્સ અને ઝહીર ખાનની દિલ્હી ડેયરડેવિલ્સ સામસામે ટકરાઇ હતી. આ મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણ લીધો હતો. પહેલા બેટિંગ કરતા દિલ્હીની આખી ટીમ 17.4 ઓવરમાં જ માત્ર 98 રન બનાવીને પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. કોલકાતાને જીતવા માટે 99 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. 99 રનનો સ્કોર પાર પાડવા માટે આવેલી કલકત્તાએ 14.1 ઓવરમાં જ ટાર્ગેટ પુરો પાડી દીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રથમ મેચમાં જીતની સાથે શરૂઆત કરી હતી. કોલકાતાની ઘરઆંગણાની મેચમાં શુભ શરૂઆત થતાની સાથે જ ચાહકો ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સ
કોલકાતાને પહેલી વિકેટ ઉથપ્પાનાં સ્વરૂપે પડી હતી. ખુબ જ લયમાં બેટિંગ કરી રહેલા ઉથપ્પાને અમિત મિશ્રાએ 35 રન પર મોરિસનાં હાથે કેચ આઉટ કર્યો હતો. ઉથપ્પાએ કેકેઆરે ગંભીરની સાથે મળીને ટીમને ખુબ જ સારી શરૂઆત અપાવી હતી. બંન્ને ઓપનર્સની વચ્ચે પહેલી વિકેટે 69 રનની ભાગીદારી નોંધાઇ હતી. ત્યાર બાદ ગૌતમ ગંભીરે અણનમ41 બોલમાં 38 રન અને મનીષ પંડેએ અણનમ રહીને 12 બોલમાં 15 રન ફટકાર્યા હતા. જેનાં પગલે 99 રનનો સરળ સ્કોર કોલકાતા નાઇટ રાઇડર્સે એક  વિકેટનાં નુકસાને 14.1 ઓવરમાં જ પાર પાડી દીધો હતો.

દિલ્હી ડેયર ડેવિલ્સ –
દિલ્હીની પહેલી વિકેટ ડીકોકનાં સ્વરૂપે ગઇ હતી. ડી કોકને આંદ્રે રસેલે યૂસુફ પઠાણનાં હાથે કેચ આઉટ કર્યો હતો. તે 17 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. દિલ્હીની બીજી વિકેટ શ્રેયસ અય્યરની પડી હતી. અય્યરને આંદ્રે રસેલે 0 રન પર જ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. મયંક અગ્રાલને આંદ્રે રસેલે પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. મંયકનો કેચ બ્રેડ હોગે પકડ્યો હતો. ચોથી વિકેટ કરૂણ નાયરની પડી હતી. નાયર સંપુર્ણ ફ્લોપ રહ્યો હતો અને માત્ર 3 રન પર જ જોન હોસ્ટિંગનાં બોલમાં મનીષ પાંડેને કેચ આપી દીધો હતો. આઇપીએલની સૌથી મોંઘો ખેલાડી પવન નેગી પણ આ મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 11 રનમાં જ બ્રેગ હોગનાં હાથે સ્ટંપ આઉટ થયોહ તો. ટી 20 વર્લ્ડ કપની ફાઇનલનો હીરો બ્રેથવેટે પણ દર્શકોને નિરાશ કર્યા હતા. તે માત્ર 6 રનમાં જ પીયૂષ ચાવલાનાં બોલમાં એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો હતો. ક્રિસ મોરિસને પીયૂષ ચાવલાએ 11 રનમાં ક્લિન બોલ્ડ કર્યો હતો. સંજૂ સેમસનને બ્રેડ હોગે 15 રનમાં જ વિકેટની પાછળ ઉથપ્પાનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અમિત મિશ્રાને બ્રેગ હોગે ત્રણ રન પર કેચ આઉટ કરાવ્યો હતો.

IPL-9ની બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મેચ યોજવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સને હોમપીચનો ફાયદો મળશે. જો કે કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝને જીત સુધી પહોંચાડનાર કાર્લોસ બ્રેથવેઇટ પર તમામ દર્શકોની નજર રહેશે. તે ઉપરાંત ગૌતમ ગંભીરને પણ લાંબા સમયથી લોકોએ રમતા નિહાળ્યો નથી જેનાં કારણે તેનાં પર પણ નજર રહેશે.
દિલ્હી ડેયરડેવિલ્સ અત્યાર સુધીની સીઝનમાં સામાન્ય પ્રદર્શન કરતી આવેલી ટીમ છે. જો કે હવે કોચ રાહુલ દ્રવિડે ટીમનાં કોચ તરીકેની જવાબદારી સ્વિકાર્યા બાદ ટીમમાં શું ફેરફાર આવે છે તે તો મેચ જોયા બાદ જ ખ્યાલ આવશે.

બંન્ને ટીમનાં ખેલાડીઓની યાદી
દિલ્હી ડેરડેવિલ્સ: ક્વિન્ટન ડી કોક, મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર, કરૂણ નાયર, કાર્લોસ બ્રેથવેઇટ, સંજુ સેમસન, પવન નેગી, ક્રિસ મોરિસ, ઝહિર ખાન, અમિત મિશ્રા, નાથન કુલ્ટર નીલ
કોલકાતા નાઇટ રાઇડર્સ: ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, કોલિન મુનરો, સુર્યકુમાર યાદવ, યૂસુફ પઠાણ, આંદ્રે રસેલ, પિયુષ ચાવલા, જ્હોન હેસ્ટિંગ્સ, બ્રેડ હોગ, ઉમેશ યાદવ

You might also like