આઇપીએલ: સતત ચોથી જીત સાથે બીજા નંબર પર પહોંચ્યું હૈદરાબાદ

હૈદરાબાદ: આઇપીએલ-10 સિઝનની 21મી મેચમાં હૈદરાબાદે પોતાના ઘરેલુ મેદાનમાં દિલ્હી ડેયરડેવિલ્સને પરાજય આપી સતત ચોથી જીત સાથે આઇપીએલ સિઝન 10માં બીજા નંબર પર પહોંચી ગયું છે. હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે રમાયેલ મેચમાં હૈદરાબાદની ટીમે દિલ્હીને 15 રને પરાજય આપી આ ટૂર્નામેન્ટની સતત ચોથી જીત પોતાના નામે કરી છે. ચારેય મેચ હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતી છે. દિલ્હી સામે રમાયેલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે 191 રન બનાવ્યા હતા.

લક્ષ્યાંકનો પીછો કરી રહેલી દિલ્હીની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર માત્ર 176 રન કરી શકી હતી. દિલ્હીની ટીમ તરફતી શ્રેયસ અય્યરે 50 તેમજ સંજૂ સેમસને 42 રનનું યોગદાન કર્યું હતું. હૈદરાબાદની ટીમ તરફથી સિરાજે બે વિકેટ જ્યારે યુવરાજ અને સિદ્ધાર્થે એક-એકવિકેટ ઝડપી હતી. આ અગાઉ સનરાઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. વિલિયમ્સન 89 તેમજ શિખર ધવનના 70 રનન મદદથી હૈદરાબાદે 192 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ધવન અને વિલિયમસન વચ્ચે બીજી વિકેટમાં 136 રનની ભાગીદારી નોંધાઇ હતી.

http://sambhaavnews.com/

You might also like