પંજાબની બલ્લે બલ્લે, કોલકાતાનો 14 રને સફાયો

મોહાલી: કિંગ્સ ઇલેવન પંજાબના બોલરોએ છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન કરતા ઇન્ડિયન પ્રિમિયર લીગના 10માં 14માં મેચમાં મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સને 14 રનથી હરાવી પ્લેઓફમાં પહોંચવાની ઉમ્મીદ જીવતી રાખી. પંજાબે પ્રથમ બેટિંગ કરતા આઇ.એસ બિંદ્રા સ્ટેડિયમમાં કોલકાતા સામે 168 રનનો લક્ષાંક રાખ્યો હતો.

પંજાબના બોલરોએ પોતાના કુશળ બોલરોના જોરે કોલકાતાના મજબૂત ખેલાડીઓની બેટિંગ કરનારને લક્ષય સુધી પહોંચવા ન દીધા હતા. કોલકાતાની ટીમ આખી ઓવર રમ્યા પછી છ વિકેટ ગુમાવી 153 રન જ કરી શકી હતી. 52 બોલમાં 8 ફોર અને ત્રણ છગ્ગાની મદદથી 84 રનોની ઇનિંગ્સ રમવા વાળા ક્રિસ લિન હજી સુધી મેદાનમાં જ હતા તો કોલકાતાની જીત નક્કી લાગી રહી હતી પરંતુ, રન કરવાની ઉતાવળમાં લિન 18મી ઓવરના બીજા બોલ પર રન આઉટ થઇ ગયા અને પંજાબે ત્યારબાદ મેચમાં પોતાનો કબ્જો કરી લીધો હતો. આ પંજાબની કોલકાતા સામે 2014 પછી પહેલી જીત છે.

You might also like