IPL 2018: CSK-SRH મેચનો બદલાયો સમય, ફાઈનલમાં પહોંચવા માટે જામશે જંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સિઝનમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવાથી પ્લેઓફમાં પહોંચી છે 2 દિગ્ગજ ટીમો – ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. આ બંને ટીમો વચ્ચે આજની મેચ ખુબ મહત્તવપુર્ણ છે કારણ કે આજે જે જીતશે તે ફાઇનલમાં જગ્યા બનાવશે. જોકે, જે ટીમ હારશે તેનો વધુ એક મોકો મળશે.

CSK અને SRH વચ્ચેની આજની મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જે ટીમ હારશે તે બીજી ક્વૉલિફાયરમાં એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે રમશે.

ઉલ્લેખનીય છે કે, પ્લેઓફ રાઉન્ડ પુરો થયા બાદ 27 મે એટલે કે રવિવારે IPL સિઝન 11ની ધમાકેદાર ફાઇનલ મેચ રમાશે. આ મેચ પણ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

પ્લેઓફ મેચનો સમય પહેલાથી બદલાઇ ગયો છે, થોડાક દિવસો પહેલા જ IPLના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, પ્લેઓફ અને ફાઇનલ મેચો રાત્રે 8 વાગ્યાને બદલે 7 વાગે શરૂ થશે અને અને ટૉસ 6 વાગે કરવામાં આવશે.

સમયમાં ફેરફારનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, મેચ મોડેથી પુરી થતા ફેન્સને ઘરે જવામાં તકલીફ થાય છે અને ટીવી પર મેચ જોનારા દર્શકોને પણ મોડી રાત સુધી TV સામે ટકી રહેવું પડે છે. બોર્ડનુ માનવું છે કે, આ વખતે જો સમયમાં ફેરફારની રણનીતિ કામ કરશે તો આગામી વર્ષે બની શકે છે કે IPLની બધી મેચો 7 વાગ્યે જ શરૂ કરવામાં આવે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago