ધોનીના સમર્થનમાં ઊતર્યો પુણે સુપર જાયન્ટનો કેપ્ટન સ્ટિવ સ્મિથ

રાજકોટઃ મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની વર્તમાન સિઝનમાં પોતાના નબળા ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ સ્થિતિમાં ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સહિત ઘણા લોકોની ટીકાનો સામનો કરી રહેલા ધોનીને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના કેપ્ટન સ્ટીવ સ્મિથનું સમર્થન મળ્યું છે. સ્મિથે તેને મોટો ખેલાડી ગણાવી કહ્યું કે તેનું ફોર્મ ચિંતાની વાત નથી.

ધોની પાછલી ત્રણ મેચમાં રન બનાવી શક્યો નથી. અત્યાર સુધીમાં તેણે અણનમ ૧૨ રન, પાંચ રન અને ૧૧ રનની ત્રણ ઇનિંગ્સ રમી છે. આ અંગે કેપ્ટન સ્મિથે કહ્યું, ”ધોનીનું ફોર્મ મારા માટે ચિંતાની વાત નથી. તે મોટો ખેલાડી છે અને ઘણી વાર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આશા રાખું છું કે આવનારી મેચોમાં તેના બેટમાંથી રન નીકળશે જ.”

સ્મિથે ગુજરાત લાયન્સ સામેની મેચ પહેલાં કહ્યું, ”આ ટૂર્નામેન્ટમાં ધોનીએ હજુ ત્રણ ઇનિંગ્સ જ રમી છે. હું માનું છું કે તેણે પોતાના આત્મવિશ્વાસ માટે પણ આગામી મેચોમાં સારું પ્રદર્શન કરવું રહ્યું.” ઉલ્લેખનીય છે કે પુણેની ટીમ પાછલા બંને મુકાબલા હારી ચૂકી છે.
http://sambhaavnews.com/

You might also like