આઇપીએલમાં બે મેચ, પંજાબ-પૂણે અને બેંગ્લોર-દિલ્હી વચ્ચે ટક્કર

આઇપીએલ-9ની સીઝનમાં અત્યાર સુધી ફોર્મ નહી બતાવનાર કિંગ્સ ઇલેવન પંજાબને મજબૂત પૂણે ટીમનો સામનો કરવો પડશે. પૂણેની ટીમને આ સીઝનમાં બે મેચમાંથી એકમાં વિજય અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પંજાબની અત્યાર સુધીની બંને મેચ હાર થઇ છે. પંજાબ પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે. પૂણેના સુકાની ધોની ટીમમાં કોઇ ફેરફાર નહી કરે તેવી શક્યતા છે. પંજાબે આ મેચ જીતવા એડીચોટીનું જોર લગાવું પડશે.

આજે રવિવાર હોય આઇપીએલમાં આજે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાશે. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં વિજય બાદ દિલ્હીની ટીમમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. દિલ્હીની ટીમની અહીં આજની મેચમાં રોયલ ચેલેન્જરર્સ બેંગલોરની ટીમ સામે આકરી કસોટી થશે. બેંગલોરની ટીમે હૈદરાબાદને 45 રને પરાજય આપ્યો હતો. આમ બેંગલોરની ટીમ દિલ્હીની ટીમ કરતા થોડી મજબૂત જોવા મળી રહી છે.

You might also like