કિંગ્સ ઇલેવન પંજાબ 6 વિકેટથી જીત્યુ : પુણેમાં સ્ટોક્સની અડધી સદી એળે

ઇન્દોર : ટી20 લીગ 2017ની ચોથી મેચ પંજાબ અને પુણે વચ્ચે રમાઇ રહી છે. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ પર પસંદગી ઉતારી હતી. પુણેએ 6 વિકેટનાં નુકસાને નિર્ધારિત 20 ઓવરનાં અંતે 163 રન બનાવ્યા હતા. જેનાં પગલે પંજાબને જીતવા માટે 164 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. આઇપીએલનાં સૌથી મોંઘા ખેલાડી બેન સ્ટોક્સે 32 બોલમાં 50 રનની અર્ધ સદી ફટકારી હતી. જેમાં 2 ચોક્કા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

પુણેએ ટી 20માં પોતાની પહેલી મેચમાં જ બેવારની ચેમ્પિયન મુંબઇને 7 વિકેટથી હરાવીને શાનદાર પ્રવેશ કર્યો હતો. કેપ્ટન સ્મિથનાં નેતૃત્વમાં અને મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીવાળી પુણેની ટીમ ભલે ટ્વેન્ટી – 20 લીગમાં પોતાનું અંતિમ સત્ર રમી રહી હોય પરંતુ તેનાં ખેલાડીઓનાં અનુભવમાં કોઇ શંકા નથી.

આ સત્રમાં ધોનીનાં બદલે સ્મિથને પુણેનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ પણ મુંબઇની વિરુદ્ધ પોતાની 84 રનની રમત દર્શાવીને જવાબદારી નિભાવી હતી. એકલાએ જીતનો સ્વાદ ટીમને ચખાડ્યો હતો. ગત્ત જીતનાં કારણે પુણે ખુબ જ આત્મવિશ્વાસ સાથે રમી રહ્યું છે. પંજાબની ટીમ પણ આઇપીએલની ટૂર્નામેન્ટનાં 10 વર્ષમાં પહેલીવાર ભાગ્ય બદલવાનું સપનું જોઇ રહ્યો છે.

You might also like