IPL 11: SRH vs CSK, શું ‘દિલ્હી’ ચેન્નઈને બનાવશે ચેમ્પિયન?

ટી -20 ક્રિકેટના મહાકુંભને IPL કહેવાય છે, તેની 11મી સીઝન આજે સમાપ્ત થશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે. આ બંને ટીમે ટુર્નામેન્ટમાં ખુબ સારો દેખાવ કર્યો છે પરંતુ આજે છેલ્લી મેચ છે. આ દરમિયાન રસપ્રદ આંકડાઓ કહે છે કે ચેન્નાઇ અને એમએસ ધોની આજે ઘણા વિક્રમ રેકોર્ડ મેળવી શક્શે. આ ઉપરાંત, ફાઇનલમાં દિલ્હીનું એક એવું કનેક્શન બહાર આવ્યું છે કે જે તમને ચોંકાવી દેશે.

ધોની અને ચેન્નાઇ બનાવશે રેકોર્ડ
હકીકતમાં, ચેન્નાઇએ અત્યાર સુધી 9 IPLમાં ભાગ લીધો છે, જેમાંથી સાત નાર આ ટીમ ફાઇનલમાં સુધી પહોંચી છે. ચેન્નઈની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 8મી વાર ફાઈનલ રમશે જ્યારે ધોનીએ અત્યાર સુધીમાં તમામ 11 IPL સિઝનમાં ભાગ લીધો છે. ચેન્નાઇથી સાત વખત અને એક વખત પુણેથી રમ્યો છે.

આ પણ એક વિચિત્ર સંયોગ છે
જો તમે સંયોગ વિશે વાત કરો છો તો તે ચેન્નાઇમાં આજે ચાલી રહ્યું છે. ખરેખર, ચેન્નઈ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે અને અત્યાર સુધીમાં દસ સિઝનથી જે ટીમ બીજા સ્થાને હોય છે, તેણે પાંચ વખત ટાઇટલ જીત્યું છે.

જ્યારે મેચ હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે હોય ત્યારે દિલ્હીનું કામ શું છે? વાસ્તવમાં, જ્યારે પોઈન્ટ ટેબલમાં દિલ્હી સૌથી નીચેના સ્થાને હોય ત્યારે નંબર 2ની ટીમ વિજેતા બની છે. આવું અત્યાર સુધી 3 વખત બન્યું છે.

2011 – ચેન્નાઇ, ચેમ્પિયન

2013 – મુંબઈ, ચેમ્પિયન

2014 – કોલકાતા, ચેમ્પિયન

2018 – ???

તમને જણાવી દઈએ કે ચેન્નાઇએ ક્વોલિફાયર્સ 1માં હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે હૈદરાબાદે ક્વોલિફાયર્સ 2માં કોલકાતાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Janki Banjara

Recent Posts

સાઉદીમાં ફસાયેલા ભારતીયની આપઘાતની ધમકીઃ સુષમાએ કહ્યું, ‘હમ હૈ ના’

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જાણીતાં છે. ગઇ કાલે વિદેશ પ્રધાને સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો…

1 min ago

ઓડિશા-બંગાળ, પૂર્વોત્તરનાં પરિણામ ચોંકાવશેઃ જેટલી

લોકસભા ચૂંટણીઓના તાજેતરના બે તબક્કામાં થયેલા મતદાનને જોતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં જતી…

3 mins ago

ભારતની ચૂંટણીઓથી પાક. દૂર રહે, સલાહની કોઈ જરૂર નથી: રામ માધવ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તરફથી ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીને લઇ આપેલા નિવેદન પર હવે ભાજપ મહાસચિવ રામ માધવે જવાબી…

6 mins ago

56 ઈંચની છાતીનો દાવો કરનાર કંઈ પણ કરવામાં નિષ્ફળઃ ઊર્મિલા

ઉત્તર મુંબઈ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર અને અભિનેત્રી ઊર્મિલા માતોડકરે પીએમ મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો. ઊર્મિલાએ કહ્યું હતું કે…

7 mins ago

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

22 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

22 hours ago