Video: મેચ જીત્યા બાદ બ્રાવો અને ભજ્જીએ કર્યો ‘સુપર’ ડાન્સ, દર્શક બન્યો ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી સિઝનમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 2 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે લાગ્યું હતું કે ચેન્નાઇ હારી જશે પરંતુ Faf du Plessisએ 42 બોલમાં 67 નોટ આઉટ રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચે SRH પાસેથી જીત છીનવી લીધી હતી. હવે આ રીતે જીત્યા હોય તો ઉજવણી તો કરવી પડે!

મેચ જીત્યા બાદ, ડ્વેઈન બ્રાવો અને હરભજન સિંઘે ડ્રેસિંગ રૂમમાં જ ડાન્સ કરવાનું શરૂં કરી દિધું હતું. બ્રાવો અને હરભજન સિંહ ચેન્નઈ સુપર કિંગ્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વિડિઓમાં વિજય પછી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જો કે, કેપ્ટન એમ.એસ. ધોનીએ એક સ્મિત સાથે દર્શક બનીને શાંતીથી જોતો રહ્યો.

વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલ મેચમાં હૈદરાબાદે 140 રન બનાવ્યા હતા પરંતુ ચેન્નઈએ 113 રન બનાવીને 8 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ડૂ પ્લેસિસે 18મી ઓવરમાં 20 રમ કર્યા અને 19મી ઓવરમાં 17 રન ફટકારીને ચેન્નઈને જીતની પાસે લઈ આવ્યો હતો. ત્યાર બાદ છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર 6 મારીને ચેન્નઈને 2 વિકેટથી જીત મળી હતી.

આ મેચ જીતી ચેન્નાઇ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જોકે હૈદરાબાદની ફાઇનલમાં રમવાની આશા હજુ ખતમ નથી થઈ. તેમને બીજા ક્વોલિફાયરમાં રમવાની તક મળશે, જ્યાં તેમને કોલકતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના એલિમીનેટર મેચના વિજેતાનો સામનો કરવાનો રહેશે.

Janki Banjara

Recent Posts

આંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’

યોગ ઘણી શારીરિક સમસ્યાઓના સમાધાનમાં કારગત સાબિત થયો છે. દૃષ્ટિ કમજોર હોવી કોમન સમસ્યા છે. આજકાલ નાનાં બાળકો પણ તમને…

21 hours ago

યુટ્યૂબરનું પાગલપણુંઃ ૩૦૦ ફૂટ ઊંચી ઈમારત પર એક હાથે લટકયો અને પછી….

સ્કોટલેન્ડના પીટરહેડ ટાઉનમાં રહેતો વીસ વર્ષનો એલ્વિસ બોડેનોવ્સ નામનો યુવાન યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને એમાં ભાઈસાહેબ જાતજાતના અખતરા અને…

21 hours ago

મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહ્યું કે….

મરણાસન્ન વ્યક્તિનાં ગમે તેવાં આચરણ રહ્યાં હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને…

21 hours ago

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે…

22 hours ago

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી…

22 hours ago

આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ…

22 hours ago