IPL Diary : જાણો ક્યારે ખેલાડી એકમાંથી બીજી ટીમમાં થઇ શકશે ટ્રાન્સફર…

નવી દિલ્હીઃ આગામી ૭ એપ્રિલથી IPLની શરૂઆત થઈ રહી છે. આ વખતે આ ટૂર્નામેન્ટની ૧૧મી સિઝન ક્રિકેટ ચાહકો માટે ખાસ બની રહેવાની છે. એનું કારણ છે નવા નિયમો. જી હા, આ વખતે તમે IPLમાં કેટલાક એવા નિયમ જોશો, જેનો પહેલાં ક્યારેય અમલ કરવામાં આવ્યો નથી. આમાં ટૂર્નામેન્ટની મધ્યમાં એક ટીમમાંથી બીજી ટીમમાં ખેલાડીને જવું હોય તેમજ ડીઆરએસનો પ્રયોગ… આ બધું મળીને IPLની આ સિઝન મજેદાર બનવાની છે.

ફૂટબોલની રમતની જેમ ટૂર્નામેન્ટની મધ્યમાં ખેલાડીની ટ્રાન્સફર
આ વખતની IPLનો સૌથી મજેદાર નિયમ એ છે કે ખેલાડીની એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર કરી શકાશે. નવા નિયમ અનુસાર ટૂર્નામેન્ટની કુલ પચીસમી મેચ બાદ અનકેપ્ડ અને વિદેશી ખેલાડીની બીજી ટીમમાં ટ્રાન્સફર થઈ શકશે. આવું ફૂટબોલની રમતમાં થાય છે. આ નિયમ ફક્ત વિદેશી અને અનકેપ્ડ ખેલાડીઓ માટે જ હશે. બે ટીમમાં એકબીજા સાથે વાત કરીને આવું કરી શકે છે, જોકે જે વિદેશી ખેલાડીએ ફક્ત બે કે અથવા તેનાથી ઓછી મેચ રમી હોય એ જ આ નિયમ અંતર્ગત ટ્રાન્સફર લઈ શકશે. આ નિયમ અંતર્ગત ભારતીય ખેલાડીની ટ્રાન્સફર કરી શકાશે નહીં.

ડ્રેસકોડનો નવો નિયમ
આ વખતે દરેક ટીમ પાસે બે પ્રકારની જરસી હશે, પરંતુ એને પહેરવા માટેનો નિયમ અલગ હશે. પહેલી જરસી ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર જ પહેરશે, જ્યારે બીજી જરસી વિરોધી ટીમના ગ્રાઉન્ડ પર. સિઝનમાં દરેક ટીમ ૧૪ મેચ રમશે, જેમાંથી સાત મેચ પોતાના હોમગ્રાઉન્ડ પર અને સાત મેચ વિરોધી મેદાન પર રમશે. આવી ચીજો ફૂટબોલની રમતમાં જોવા મળે છે, જે હવે IPLમાં પણ જોવા મળશે.

UDRSનો ઉપયોગ
IPLની ૧૧મી UDRS એટલે કે અમ્પાયર ડિસિઝન રિવ્યૂ સિસ્ટમનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. દરેક ટીમને ઇનિંગ્સમાં એક રિવ્યૂ મળશે અને થર્ડ અમ્પાયર પાસે બોલ ટ્રેકિંગ અને અલ્ટ્રા એજ દ્વારા નિર્ણય આવાની ટેકનિક હશે.

વર્ચ્યુઅલ રિયાલિટી
આ ટેકનિકથી ક્રિકેટની રમત જોવાની મજા એક અલગ જ લેવલની હશે. મેચ દરમિયાન એવા ઘણા કેમેરા લગાવવામાં આવશે, જેને VR ટેકનોલોજી સાથે જોડી દેવાશે. આ ટેકનિક દ્વારા દર્શકો ઘેર બેઠા સ્ટેડિયમમાં બેઠા હોય એવો અનુભવ કરી શકશે, જોકે આના માટે તમારે HOTSTAR પર જવું પડશે અને VR બોક્સ ON કરવું પડશે.

You might also like