આઇપીએલ: દિલ્હીની સાત રનથી જીત, પ્લે ઓફમાં પહોંચવા પૂણેની મુશ્કેલીમાં વધારો

આઇપીએલ સીઝન10ની 52મી મેચમાં દિલ્હીએ ફિરોજશાહ કોટલાની પીચ પર દિલ્હી અને પૂણે વચ્ચે મેચ રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીએ પૂણેની ટીમ સામે 169 રનનો લક્ષ્ય રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરી રહેલી પૂણેની ટીમનો સાત રને પરાજય થયો હતો. પૂણેની ટીમ તરફથી મનોજ તિવારીએ સૌથી વધારે 60 રનની શાનદાર ઇનિંગ્સ રમી હોવા છતાં પૂણેની ટીમને વિજય અપાવી શક્યો નહતો. મનોજ તિવારી સિવાય કપ્તાન સ્ટીવ સ્મિથે 38 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ તરફથી ઝહીર ખાને અને શમીએ 2-2 વિકેટ ઝડપી હતી. દિલ્હી તરફથી શાનદાર 64 રનની ઇનિંગ્સ રમનાર કરૂણ નાયરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ મેચમાં પરાજય બાદ પૂણેની ટીમની પ્લે ઓફમાં જગ્યાને લઇને મુશ્કેલી વધી છે. હવે પૂણેની ટીમે પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે પંજાબ સામેની અંતિમ મેચ કોઇપણ સંજોગોમાં જીતવી જરૂરી બની છે.
http://sambhaavnews.com/

You might also like