સુનીલ નરૈન પિતાની અંતિમ ક્રિયામાં હાજરી આપીને પાછો આવી ગયો!

કોલકાતાઃ કોલકતા નાઇટ રાઇડર્સનો વેસ્ટ ઇન્ડીયન સ્પિનર સુનીલ નરૈન તાજેતરમાં ભારત આવ્યો હતો, પરંતુ પિતાના અવસાનને કારણે તે વેસ્ટ ઇન્ડીઝ પાછો જતો રહ્યો હતો અને તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપ્યા પછી તે પાછો ભારત આવી ગયો છે અને કોલકતાની ટીમ સાથે જોડાઈ ગયો છે. સુનીલ મૂળ ભારતનો છે. તેના પિતા ફિલિપનું તાજેતરમાં અવસાન થયું હતું.

આઇસીસીએ તાજેતરમાં જ નરૈનની બોલિંગ ઍક્શનને ક્લીન ચિટ આપી હતી. તેના આગમનથી કોલકતાની ટીમના ૪૫ વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર બ્રૅડ હૉગને કદાચ આરામ અપાશે અથવા બન્નેને આજની ઇલેવનમાં સમાવવામાં આવશે. હૉગે ૧૦ એપ્રિલે દિલ્હી સામેની મૅચમાં ૧૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. નરૈનને ટીમમાં સમાવવા કદાચ પેસ બોલર જૉન હૅસ્ટિંગ્સને પડતો મુકાશે.

You might also like